Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર જિલ્લાનાં પ્રભારી સચિવએ લીંબડી હોસ્પિટલની મુલાકાત લીધી.

Share

સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સચિવએ લીંબડી કોરોના પોઝીટીવ એરીયા જે કન્ટેન્ટમેન્ટ એરીયા જાહેર કરેલ છે તેની મુલાકાત કરેલ તેમજ કન્ટેન્ટમેન્ટ એરીયા તળાવ મહોલ્લામાં સગર્ભા બેન તેમજ અન્ય બે વ્યક્તિને કોરોના પોઝીટીવ આવતા આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરેલ ત્યારે પ્રભારી સચિવ એ જે કોરોના પોઝિટિવ વિસ્તારમાં રહિશો રહે છે ત્યાં સ્થળ પરની મુલાકાત લીધી હતી અને આરોગ્ય અધિકારીઓ સાથે વાતચીત કરેલ તેમજ વિસ્તારની આરોગ્ય તપાસણી બાબતે પુછપરછ પણ કરી હતી અને આરોગ્ય કર્મચારીઓને પણ રોજેરોજનાં ચેકઅપ બાબતે પુછપરછ કરી હતી અને આજે પ્રભારી સચિવ લીંબડી સિવિલ હોસ્પીટલની મુલાકાત કરેલ જેમાં કોવીડ ૧૯ આઇશોલેશન વોર્ડની પણ મુલાકાત કરેલ અને કોરોન્ટાઇન વોર્ડની પણ મુલાકાત કરવામાં આવી હતી તેમજ લીંબડી હોસ્પીટલમાં કેટલો સ્ટાફ છે, કેટલા સ્ટાફને કોવીડ ૧૯ ની ડયુટીમાં મુકવામાં આવ્યા છે અને હાલનાં સમયે લીંબડી હોસ્પીટલની પરીસ્થિતી ઉપર વિચારણા કરી હતી અને લીંબડી હોસ્પીટલનાં સ્ટાફ સાથે ચર્ચા કરી હતી. તેમજ જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સચિવ રાકેશ સંતર, સુરેન્દ્રનગર ડી.ડી.ઓ, તેમજ લીંબડી મામલતદાર મહાવીરસિંહ ઝાલા, લીંબડી પી.એસ.આઈ. સંજય વરૂ, લીંબડી ટી.એચ.ઓ. જૈમીન ઠક્કર, લીંબડી બ્લોક ઓફિસર મનોજ ભટ્ટ, તેમજ ડો.ચેતનભાઈ આચાર્ય, ડો. હાર્દિક સોલંકી, તેમજ અલગ અલગ તાલુકાની ટિમો, હોસ્પીટલનાં સુપ્રીટેન્ડન્સ હાજર રહયા હતા અને કોવીડ ૧૯ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને લીંબડી મામલતદાર તેમજ પી.એસ.આઈ. ખાસ સૂચના આપેલ કે માસ્ક પહેરયા વગર બહાર નીકળતા લોકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

ઝઘડિયા રાજપારડી વચ્ચે ધોરીમાર્ગની ચાર માર્ગીય કામગીરી અટવાતા સર્વાંગી વિકાસ ગુંચવાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ના અંદાડા ખાતે વડોદરા આર આર સેલ ની ટીમે બુટલેગરો ને ત્યાં રેડ કરતા હજારો ના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. હતો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!