Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરમાં સ્કુલ ફી નાં મુદ્દે કોંગ્રેસે કલેકટર કચેરીએ ઉગ્ર પ્રદર્શન સાથે રજુઆત કરી.

Share

ગુજરાતનાં સુરેન્દ્રનગર જીલ્લા ખાતે કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા સ્કુલ ફી માં અતિ વધારા સામે ઉગ્ર રજુઆત કરી ભારે વિરોધનું પ્રદર્શન કર્યુ હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ સાથે NSUI એ પણ જોડાઈ વિરોધ અને રજુઆત કરી હતી તથા વિદ્યાર્થી સંગઠનો અને કોંગ્રેસે રસ્તા પર ઉતારી થાળીઓ વગાડી ભારે સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી ખાતે વિરોધ અને ઉગ્ર રજુઆત કરી જણાવ્યુ હતું કે સ્કુલ ફી નાં મુદ્દે વિદ્યાર્થીઓને ઉધાડી લૂંટ ચલાવનારી સરકાર સામે આ વિરોધ પ્રદર્શન છે. ફી વધારો કરી સરકાર ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ પર તથા વાલીઓ પર વધારાનો બોજો ઠોકી દેવાની સરકારની નીતિ છે. જેથી થાળીઓ વગાડી ઊંધતા તંત્રને જગાડવાનો પણ પ્રયત્ન કર્યો છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસની પ્રસંશનીય કામગીરી…જાણો.

ProudOfGujarat

શહેરાના અનિયાદ ચોકડી પાસે આવેલ ઢોલીવાસ ખાતે પોલીસ પર પથ્થરમારો કરનાર ૬ ની અટકાયત બીજા ૨૫ વિરૃધ્ધમાં ગુનો નોંધાયો

ProudOfGujarat

વડોદરામાં ગણપતિની સવારી લઈ જતી વખતે બે જૂથ વચ્ચે પથ્થરમારો, 13 ની અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!