કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
તારીખ 20/6/18
9033958500
લીંબડી તાલુકા પંચાયત માં પ્રમુખ ઉપપ્રમુખ ની મુદ્દત પૂર્ણ થતા નિયમ મુજબ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના મહિલા સદસ્ય એ બળવો કરી ભાજપ માં ભળી જતાં કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ ઉપરાંત ચુડા અને સાયલા તાલુકા પંચાયત માં પણ ભાજપે ગાબડા પાડી સત્તા કબ્જે કરી ત્રણેય તાલુકા પંચાયત માં ભગવો લહેરાવ્યો હતો.
લીંબડી તાલુકા પંચાયત માં પ્રમુખ તરીકે રામુબેન જે રામભાઈ બળોલીયા અને ઉપપ્રમુખ તરીકે હરપાલસિંહ રાણા ની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માજી ધારાસભ્ય કિરિટસિંહ રાણા, કૃષ્ણસિંહ રાણા, દિલીપસિંહ પરમાર, પ્રકાશભાઈ સોની વગેરે આગેેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લીંબડી વિધાનસભા બેઠક પર ભાજપે ત્રણેય તા.પં કબજે કરી
લીંબડી તાલુકા પંચાયત
પ્રમુખ :
રામુબેન જેરામભાઈ બળોલીયા
ઉપ પ્રમુખ :
હરપાલસિંહ બળદેવસિંહ ઝાલા
ચુડા તાલુકા પંચાયત
પ્રમુખ :
મગનભાઇ જીવાભાઇ વાઘેલા
ઉપ પ્રમુખ :
ઘનશ્યામભાઇ રોજાસરા
સાયલા તાલુકા પંચાયત
પ્રમુખ :
જીવતીબેન ગભરૂભાઇ રબારી
ઉપ પ્રમુખ :
જવલબેન ભાવેશભાઇ મકવાણા