Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત સિવિલમાં દારૂના સેમ્પલ માટે લવાયેલો આરોપી બાથરૂમની બારીનો કાચ તોડી ફરાર.

Share

સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં દારૂના સેમ્પલ માટે લવાયેલા અડાજણ પોલીસ સ્ટેશનનો એક આરોપી બાથરૂમની બારી ના કાચ તોડી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

આરોપીને લાવ્યા બાદ એને કુદરતી હાજતે જવાની વાત કરતા બાથરૂમમાં લઈ જવાયો હતો. અંદરથી દરવાજો બંધ કરી આરોપીએ બાથરૂમની બારીના કાચ તોડી નાનકડી બારીમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. બારીમાંથી કૂદી માર્યા બાદ આરોપી સિવિલ હોસ્પિટલની દીવાલ ઓદગી રીગરોડ તરફ નીકળી ગયો હતો. જાણ થયા બાદ પોલીસ કર્મચારીઓ પકડવા દોડ્યા પણ હતા.

Advertisement

પોલીસ કર્મચારી એ જણાવ્યું હતું કે બે આરોપી પૈકી રવિ નામનો આરોપી ભાગી ગયો છે જે બાબતે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. સાથી આરોપીએ પોતાનું નામ મનોજ પટેલ બતાવ્યું હતું અને દારૂ પીધેલી હાલતમાં પકડાયા હોવાનું જણાવ્યું હતું. હાલ અડાજણ પોલીસ સ્ટેશનના કર્મચારી ની કસ્ટડી દરમિયાન સિવિલમાંથી આરોપી ભાગ્યો હોવાનું સામે આવ્યું છે.


Share

Related posts

હલદર ખાતે સેવા સહકારી મંડળીના હૉલમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા વિચાર ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ ESIC હોસ્પિટલમાં DCM કંપની દ્વારા બે ઓક્સિજન પ્લાન્ટ ડોનેટ કરાયા : કલેકટર ડો.એમ.ડી.મોડિયાના હસ્તે કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે પારડી ગામ ખાતેથી રૂ. 90,520 ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોની ધરપકડ : 4 ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!