Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત પંથકમાં અસામાજિક તત્વો બેફામ બનતા લોકોમાં ભય.

Share

સુરત પંથકમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ ભય હોય તેમ જણાતું નથી તેનો પુરાવો આપતી એક સનસનાટી ભરેલ ઘટના બની હતી. આ ઘટનાની વિગત જોતા રુવાડા ઉભા થઈ જાય છે. ઘટનાની વિગત જોતા સુરતમાં અસામાજિક તત્વોનો સરાજાહેર આતંક મચાવી રહ્યા છે એમ જણાઈ રહ્યું છે. જેમ કે દિન દહાડે ઓફિસમાં બેઠેલા યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો હોય તેવી ઘટના બની હતી. ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં યુવકને સારવાર અર્થે નવી સિવિલ ખસેડવામાં આવ્યો હતો.

યુવકના પીઠના ભાગે ઉતરી ગયેલા ઘાતક હથિયાર સાથે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જે જોતા ડોક્ટરો પણ ઇજાગ્રસ્ત યુવકને જોઈ ચોંકી ઉઠ્યા હતાં. હાલ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. વિશાલ સિંહ અને ચીંતું પાંડે નામના યુવક પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો. પાંચ જેટલા શખ્સો ઘાતક હથિયાર સાથે ઘસી આવ્યા હતા. આ અસામાજિક તત્વોએ ઓફિસમાં પણ કરી તોડફોડ કરી હતી.

Advertisement

Share

Related posts

જ્યોર્જિયા એન્ડ્રિયા એ વેલેન્ટાઈન ડેના અવસર પર બોલ્ડ હોટ ફોટા શેર કર્યા

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કરજણની શિવવાડી નજીકથી વડોદરા ગ્રામ્ય LCB પોલીસે વિદેશી દારૂના 24,26,400 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ સિવિલ હોસ્પિટલની લીધેલ આકસ્મિક મુલાકાત જાણો શું કહ્યું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!