સુરતના ભાગોળ વિસ્તારમાં આવેલ મોચીની ચાલમાં 22 દુકાનો આવેલી છે તેનું ડિમોલિશન કરવા આવેલ SMC ના અધિકારીઓ પહોંચતાની સાથે જ લોકો એકત્રિત થઈને હોબાળો મચાવ્યો હતો. ભાગોળ સુરતનો ખૂબ જ વ્યસ્ત અને જૂનો વિસ્તાર છે. અહીં અનેક પરિવારો પોતાની રોજીરોટી પણ મેળવતા હોય છે. પરંતુ જે રીતે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ છે તેને કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાના-મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરવાની ફરજ પડી રહી છે.
જેના કારણે ભાગોળ મોચીની ચાલમાં દુકાનો અને રહેણાક મકાનોને ડિમોલિશન કરવા પડે તેમ છે. સ્થાનિક લોકોએ કોર્પોરેશનના અધિકારીઓનો રામ ધૂન કરીને વિરોધ નોંધાવ્યો હતો અને હમારી માંગે પુરી કરો તેવા નારા લગાવ્યા હતા. કોઇ પણ પ્રકારનું વળતર કે વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવા છતાં પણ ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Advertisement