સુરત મહાનગરપાલિકા દ્વારા સિંગણપોર ચાર રસ્તાથી વેડ રોડ તરફ જતા મેઇન રોડની એક તરફ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોને નોટિસ આપ્યા વગર જ કામગીરી શરૂ કરી દેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ પહેલા પણ આજ વિસ્તારની અંદર ડિમોલિશનની કામગીરી થઈ હતી. બાદમાં ફરી વખત રોડની એક તરફ જ ડિમોલિશન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સિંગણપોર ચાર રસ્તાથી વેડ ગામ સુધી મેન રોડ પર ડિમોલીશનની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે તેથી આ વિસ્તારના રહીશો સ્તબ્ધ થઈ ગયા હતાં કાતિલ ઠંડીમાં છત ગુમાવનારા ક્યા જાય તે એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. નાના મિલકામદારોની દુકાનો તૂટતાં મિલ્કતદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે રોડની એક તરફની બાજુએ સતત ડિમોલિશન થઈ રહ્યું છે પરંતુ તેની સામેની બાજુએ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી નથી. અહીં કેટલીક જગ્યાઓ પર અમુક મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે જ્યારે અમુકનું ડિમોલિશન કરવામાં નથી આવ્યું તે યોગ્ય નથી. સિંગણપોર ચાર રસ્તા ખાતે 6 જેટલા જ્વેલરી શોરૂમમાં છે તેમજ ચાર જેટલી હોસ્પિટલોને બચાવવા માટે અધિકારીઓ આ પ્રકારે ખોટી લાઈન દોરી ઊભી કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ઈમ્પેક્ટના કાયદા અનુસંધાને ઈમ્પેક્ટની ફી ભરી હોવા છતાં વગર નોટીસ ડિમોલીશનની કામગીરી કરવામાં આવી હતી.
સુરત વેડ રોડ પર મનપા દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરતા સ્થાનિકોનો વિરોધ.
Advertisement