સુરતના અડાજણ ખાતે આવેલી રિવર ડેલ શાળામા ત્રણ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા 7 દિવસ માટે બંધ કરાઈ.
સુરતમા કોરોના ધીમે ધીમે માથું ઊંચકી રહ્યો હોય તેમ કેસો ધીમે ધીમે વધી રહયા છે. સુરતના અડાજણ ખાતે આવેલી રિવર ડેલ શાળાના ત્રણ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટિમ શાળામાં સતત રિપોર્ટ કરી રહી છે તેવામાં સુરતની વિવિધ શાળામા વિદ્યાર્થીઓના રિપોર્ટ કરવામાં આવે છે, તેવામાં સુરતના અડાજણ ખાતે આવેલી રિવર ડેલ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા શાળામાં ભયનો માહોલ સર્જાયો હતો. 3 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અન્યને ચેપ ના લાગે તે માટે શાળાને 7 દિવસ માટે બંધ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા સતત કોરોનાને ડામવાના પ્રયત્નો કરી રહી છે. ત્રીજી લહેરના ભય વચ્ચે કોરોનાના કેસો વધતા તંત્ર ચિંતામાં મુકાયું છે. સાથે જ એન્ટીજન રેપીડ અને આર ટી પી સી આર રિપોર્ટમાં વધારો કરી વધુ ટેસ્ટિંગ હાથ ધરી રહી છે.