Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

સુરતઃ હેડ કવાર્ટરના પીએસઆઈ સામે ત્યક્તાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ…

Share

 
સુરત :ડભોલી વિસ્તારમાં રહેતી ત્યક્તાનું હેડકવાર્ટરના પીએસઆઈએ લગ્ન કરવાની લાલચ આપી શારિરીક શોષણ કર્યું હોવાની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકમાં નોંધાઈ છે.
ત્યક્તા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
સુરત શહેર પોલીસમાં હેડકવાર્ટર ખાતે ફરજ બજાવતા હથિયારી પીએસઆઈ ભાવેશ ગિરીશ સોસાએ 33 વર્ષીય ત્યક્તાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. પીએસઆઈ અને ભોગ બનનાર બન્ને એક જ જ્ઞાતિના છે. લગ્ન કરવાની લાલચ આપીને પીએસઆઈએ ડભોલી તેના ઘરે અને ઉનાઈ ચુનાવાડી ખાતે ત્યક્તા સાથે શારીરિક સંબધ બાંધ્યો હતો. ઉનાઈ ચુનાવાડી ખાતે તે વખતે પીએસઆઈ ફરજ બજાવતો હતો.પીએસઆઈ અને ભોગ બનનાર અડાજણમાં ટ્યૂશન કલાસીસમાં ભેગા થયા હતા.
સાથે કરતાં હતા પરીક્ષાની તૈયારી
વર્ષ 2015માં ભાવેશ સોસા પીએસઆઈની પરીક્ષા માટે અને ભોગ બનનાર સરકારી ઓફિસરની પરીક્ષા આપવાની તૈયારી માટે ટ્યૂશને આવતા હતા. જયાં બન્ને પરિચય થયો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે ભોગ બનનારના અગાઉ એકવાર લગ્ન થયા હતા અને સંતાનમાં એક બાળકી પણ છે. જો કે બાદમાં મહિલાના છુટાછેડા થતા પિતાને ઘરે ડભોલી રહે છે. ચોકબજાર પોલીસે પીડિતાની ફરિયાદ લઈ સુરત પોલીસ હેડકવાર્ટરના આર્મ્સ યુનિટના પીએસઆઈ ભાવેશ ગિરીશ સોસા(રહે,અઠવાલાઈન્સ, મૂળ રહે, ગાયકવાડ મીલ રોડ, ચીકલવાડી, એપાર્ટમેન્ટ, મોતીબાગ, બીલીમોરા) સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. હાલમાં પીએસઆઈ ફરાર થયો છે. જેને શોધવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે…સૌજન્ય D.B

Advertisement

Share

Related posts

ભરૂચમાં બર્ડ ફલુની દહેશતને લઇ તંત્ર એકશનમાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચથી કોસંબા જતા હાઈવે પર ગેરકાયદેસર કેમિકલ વગે કરવાનાં વધતા જતા બનાવો…જાણો વધુ.

ProudOfGujarat

શહીદ દિવસ નિમિત્તે ઉમરપાડાનાં વીર સૈનિક દિગ્વિજયસિંહ વસાવાનાં સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!