સુરતમાં અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ચોર ટુકડીઓને પકડી પાડવા સુરતના ડિંડોલી વિસ્તાર પોલીસ ટીમે તપાસ હાથ ધરી હોય જેમાં ડિંડોલીના બે ઇસમો પાસેથી સ્નેચિંગ કરેલ મોબાઇલ મળી આવ્યા છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં અધિક પોલીસ કમિશનરની સૂચના મુજબ પડતર ગુનાઓ શોધવાની તજવીજ હાથ ધરવામાં આવતા આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમા હોય જે દરમિયાન બાતમી મળેલ કે સુરતના ડિંડોલીમાં (1) રાજ ઉર્ફે રાજા રઘુનાથ ચૌધરી રહે.પ્લોટ નં. 255, સુભાષનગર લિંબાયત,સુરત (2) વિષ્ણુ ઉર્ફે વિશુ હુકમચંદ પાટિલ રહે. પ્લોટ નં.322 લક્ષ્મીનારાયણ નગર-2 ડિંડોલી, સુરતના બંને ઇસમોને મોબાઈલ સ્નેચીંગ કરી ચોરીઓ કરતાં હોય આથી બંને આરોપીને પોલીસે ઝડપી લઈ 45 નંગ મોબાઈલ કિં.રૂ. 2,20,700/- મોપેડ ગાડી કિં.રૂ. 80,000/- મળી કુલ રૂ. 3,00,700/- નો મુદ્દામાલ કબ્જે કરી મોબાઈલ સ્નેચીંગના કુલ ચાર ગુના ડિટેકટ કરી બંને આરોપીની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.