Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ટ્રેનમાંથી મુસાફરોનાં પર્સ ખેંચી ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ.

Share

સુરત રેલ્વે પોલીસ દ્વારા ટ્રેનમાંથી મહિલાનું પર્સ ખેંચી ચોરી કરતા ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા.

સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી સિકંદરાબાદ – હિસ્સાર એકસપ્રેસ ટ્રેનમાંથી મહિલાનું પર્સ ખેંચી ચોરી કરતાં ઇસમોને પકડી પાડવા માટે નાયબ પોલીસ અધિક્ષક તથા પી.આઇ કે.એમ.ચૌધરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હોય, જે તપાસના આધારે પોલીસ સબ ઈન્સ્પેકટર આર.એસ.બાબરિયાને ખાનગી રાહે બાતમી મળેલ કે ગુનાની ચોરીનો મુદ્દામાલ વેચાણ અર્થે ચોરી કરનાર શખ્સ તજવીજ કરે છે જેને પોલીસ સ્ટાફે ઝડપી પાડેલ છે. જેમાં (1) સુરેશ ઉર્ફે યુવા રામસુખ રહે. ઉધના રોડ સંજયનગર ઝુંપડપટ્ટીમાં ભાડાના મકાનમાં (2) રૂપેશ ભીખુભાઈ રહે.સંજયનગર ઝુંપડપટ્ટી વિસ્તાર, ઉધના સુરત (3) રહેમાન રફીક રહે. સંજયનગર ઝુંપડપટ્ટી ઉધના સુરત નાઓને પકડી પાડેલ છે. આ ત્રણેય આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ સોનાના દાગીના નંગ-2, મોબાઈલ નંગ-3, ધાડિયાળ મળી કુલ કિં.રૂ. 2,17,100 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી ત્રણેય આરોપીઓની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી : ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં લાગેલ ભીષણ આગના બચાવમાં રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ ઈનામની રકમને મુખ્યમંત્રીની કોવિડ નીધીમાં જમા કરાવી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવા સરકારનો આદેશ.

ProudOfGujarat

લીંબડી એસ.ટી. ડેપોએ 15 જેટલી બસના રૂટ બે દિવસ માટે બંધ કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!