આરોપીઓ સતીષ સયાજીભાઇ સોમવંશી, એ.એસ.આઇ. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન, જીલ્લો –વલસાડ, અને
રામસીંગ જયરામ પાટીલ કેજે ખાનગી વ્યક્તિ છે તેમણે તા.૨.૧૨.૨૦૨૧ ના રોજ રૂપિયા 50,000 ની લાંચ માંગી હતી જેથી જાગૃત નાગરિકે ACB નો સંપર્ક કરતા છટકુ ગોઠવતા આરોપીઓ લાંચના રૂ. 50,000 લેતા રંગે હાથ ઝડપાઇ ગયાં હતાં. તેઓએ સીમાડા નાકા, ગણેશ પાન સેન્ટર કેબીન પાસે, સુરત શહેર નજીક લાંચ લીધી હતી.
જે અંગેની વિગત જોતા ફરીયાદીના મિત્રની દારૂના કેસમાં વલસાડ રૂરલ પોલીસે ધરપકડ કરેલી અને તેના વિરુદ્ધ પાસાની કાર્યવાહી નહિ કરવાનાં અવેજ પેટે આ કામના આરોપીએ ફરીયાદી સાથે ફોન ઉપર વાતચીત કરી પ્રથમ રૂપિયા-1,00,000/- ની લાંચની માંગણી કરતા રકઝકનાં અંતે આ કામના આરોપીએ રૂપિયા-50,000/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતાં ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. ફરીયાદીની ફરીયાદ આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂા.50,000/- ની લાંચની રકમ આરોપી નંબર બે ખાનગી વ્યક્તિને આપી દેવા જણાવેલ અને આરોપી બે એ ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઈ બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યોં હતો. આ કામના આરોપી પોલિસ કર્મચારી તપાસ કરાવતા મળી આવેલ નથી. જયારે આરોપી નં.(૨) ને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.