સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં માછલીનું વેચાણ કરતા ધંધાર્થીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના કતારગામના ફુલપાડા વિસ્તારમાં માછલી માર્કેટને લઈને અવારનવાર ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આજે મહાનગરપાલિકાના કતારગામ ઝોન દ્વારા ગેરકાયદેસર રીતે માછલીનું વેચાણ કરતા ધંધાર્થીઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સુરતના કતારગામમાં ફુલપાડા વિસ્તારમાં બી.આર.ટી.એસ રોડને અડીને આવેલ માછલી માર્કેટને લઈને અનેક વખત ફરિયાદો ઉઠી છે. આજે સુરતના કતારગામ ઝોનના આરોગ્ય વિભાગ અને શહેરી વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જાહેર રોડ પર કતારગામના ન્યુસન્સ ગ્રુપ માછલીનું વેચાણ કરતા ધંધાર્થીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. સુરતના મનપા દ્વારા માછલીનું વેચાણ કરતા લોકો દ્વારા દુકાનના કોઈ પુરાવા રજૂ કર્યા ના હોય ગેરકાયદે રીતે વેચાણ કરવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરીને દુકાનો સીલ કરી જાહેર રોડ પર માછલી વેચનારના સામાન જપ્ત કરવામાં આવ્યા હતા આ સાથે જ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઆરપીના જવાનોને પણ સાથે રાખવામાં આવ્યા હતા.
સુરત : જાહેરમાં માછલીનું વેચાણ કરતાં ધંધાર્થીઓનો મનપા દ્વારા સફાયો.
Advertisement