ઘણી વાર સરકારી અને ખાસ કરીને પોલીસ કર્મચારીઓ નાની લાંચની રકમ માટે પોતાની સરકારી નોકરી દાવ પર લગાવી દેતાં હોય છે. તાજેતરમાં આવો જ એક બનાવ બન્યો હતો જેની વિગત જોતા આ બનાવના ફરીયાદી એક જાગૃત નાગરિકહતાં જયારે આરોપીઓમાં શક્તિદાન દાજીદાન ગઢવી, અ.હે.કો. બ.નં. ૬૪૨, નોકરી સર્વેલન્સ સ્ટાફ, સરથાણા પોલીસ સ્ટેશન, સુરત શહેર, વર્ગ- ૩ અને રધુભાઇ ગલાણી, ખાનગી વ્યક્તિ કે જે હાલ હજી વોન્ટેડ છે. આ લાંચના બનાવ અંગેની વિગત જોતા તા.૧૩.૧૧.૨૦૨૧. રોજ લસકાણા પોલીસ ચોકીની બાજુમાં, લસકાણા, સુરત શહેર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો જેમાં ફરીયાદી અગાઉ ઇગ્લીશ દારૂના કેસમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હોય અને આ કામના આરોપી નં.(૧) નાએ ફરીયાદીની મોટર સાયકલ જમા લીધેલ હોય અને ફરીયાદી ઉપર ખોટો દારૂનો કેસ કરવાની વાત કરેલ. બાદ આ કામના આરોપી નં.(૧) નાએ આરોપી નં.(૨) સાથે મળી ફરીયાદીને જણાવેલ કે તારા વિરૂધ્ધ દારૂનો કેસ નહીં કરવા અને મોટર સાયકલ પરત કરવા આ કામના આરોપી નં.(૧) સાથે વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર પેટે પ્રથમ રૂ.૧૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ બાદ રકઝકના અંતે રૂ.૫,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી નં.(૧) એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી રૂા.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે અને આરોપી નં.(૨) સ્થળ પર હાજર મળેલ નહીં આરોપી પોલીસ કર્મચારીને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ બનાવ અંગે ટ્રેપીંગ અધિકારી તરીકે ડી.એમ.વસાવા, પો.ઇન્સ. વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ જયારે મદદમાં કે.આર.સકસેના, પો.ઇન્સ. વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા એ.સી.બી. સ્ટાફ અને સુપર વિઝન અધિકારી તરીકે એસ.એસ.ગઢવી, મદદનીશ નિયામક, ઇન્ચાર્જ એ.સી.બી. સુરત એકમ, સુરતે ફરજ બજાવી હતી.