Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં જંગલ વિસ્તારમાં ભરવાડ પશુપાલકો આદિવાસીઓનાં હક પર તરાપ મારતા આક્રોશ ફેલાયો.

Share

ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં ભરવાડ પશુ પાલકો દાદાગીરી કરી ઘાસચારો અને પ્લાન્ટેશનને નુકસાન કરી જંગલમાં વસવાટ કરતા આદિવાસીઓના હક પર તરાપ મારી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

જંગલ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી પરિવારો માટે રોજગારીનો કોઈ વિકલ્પ નથી જેથી રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા જંગલમાં વસવાટ કરતા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે જેના ભાગરૂપે ઉમરપાડાના જંગલ વિસ્તારમાં દિવતણ ઘાણાવડ બરડીપાડા નાની બીલવાણ ચોખવાડા, વડપાડા સહિત છ ગામોમાં સહભાગી સમિતિઓ કાર્યરત કરવામાં આવી રહી છે. વનવિભાગ દ્વારા આ સમિતિઓને વિવિધ લાભો પણ આપવામાં આવે છે અને તેઓનું ઉત્થાન થાય એવા પ્રયાસ થઇ રહ્યા છે સાથે વન સમિતિના આદિવાસી પરિવારો જંગલનું જતન અને રક્ષણ કરે છે. ઉપરોક્ત સહભાગી વન સમિતિઓના પરિવારો પશુપાલન કરી શકે એ માટે જંગલમાંથી મળતો ઘાસચારો તેઓના આપવામાં આવે છે જેથી તેઓ પશુપાલન કરી શકે પરંતુ હાલની પરિસ્થિતિમાં જંગલમાં ઉગેલો ઘાસચારો ભરવાડ પશુ પાલકો દાદાગીરી કરી પોતાના પશુઓને ચરાવી રહ્યા છે એક સાથે ૨૦૦ થી ૫૦૦ જેટલા પશુઓ જંગલમાં આવતા હોવાથી તમામ ઘાસચારો આ પશુઓ ચરી જાય છે અને સ્થાનિક વન સમિતિના આદિવાસી પશુપાલકોને તેનો કોઈ લાભ મળતો નથી. કેટલીકવાર સહભાગી વન સમિતિ અને ભરવાડ પશુપાલકો વચ્ચે આ મુદ્દે ઝઘડા પણ થઈ રહ્યા છે. સ્થાનિક નાના આદિવાસી પશુપાલકોને પોતાના હકનો ઘાસચારો જંગલમાંથી મળતો નથી તેઓની રોજગારી છિનવાઈ રહી છે તેમજ વન વિભાગે બનાવેલા પ્લાન્ટેશનમાં પશુઓ ચરાવવામાં આવતા પ્લાન્ટેશનને નુકસાન થઈ રહ્યું છે જેથી વનવિભાગ દ્વારા કેટલીકવાર ભરવાડ પશુપાલકોના પશુઓને જંગલમાં જવા દેવામાં આવતા નથી ત્યારે વનવિભાગના અધિકારીઓ સાથે પણ ઝઘડા થઈ રહ્યા છે અને મહત્વની બાબત એ છે કે સ્થાનિક આદિવાસીઓ જંગલનું જતન કરી રહ્યા છે ત્યારે પહેલો હક ઘાસચારા પર સ્થાનિક આદિવાસીઓનો છે આદિવાસીઓને થતા અન્યાય મુદ્દે ભરવાડ પશુપાલકો વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએથી કાયદાકીય પગલાં ભરી જંગલ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓના હકનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વિશ્વ તમાકુ નિષેધ દિવસે વિરમગામના કમીજલામાં પપેટ શો દ્વારા વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ કરાઇ.

ProudOfGujarat

સ્ટેચયુ ઓફ યુનીટીનાં બસ ડ્રાઇવરની બેદરકારી ચાલુ બસે ફોન પર વાત કરી મોટર સાઇકલ સાથે બસ અથાડી અકસ્માત કરતા બે ને ગંભીર ઇજા.

ProudOfGujarat

સાયકલ પર કોલેજ આવી પર્યાવરણ બચાવવાની સાથે સ્વાસ્થ્ય જાળવવાનો સંદેશો આપવા રાજપીપળા કોલેજના વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજી 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!