સુરતઃ- શહેરની નૃત્યાંગનાઓએ ચીન અને શ્રીલંકામાં ભારતની સંસ્કૃતિ રજૂ કરી હતી. ચીન અને શ્રીલંકામાં નૃત્યાંગનાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કલાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચીન અને શ્રીલંકામાં કલાના કામણ પાથરનારી સુરતી નૃત્યાંગનાઓએ પોતાના નૃત્ય થકી લોકોના મન મોહી લીધા હતાં.
ચીનના ચેંગઝાંઉમાં ક્લાસિકલ નૃત્ય રજૂ થયું
ગુજરાત ગૌરવથી પુરસ્કૃત નૃત્યાંગના ડીમ્પલ શાહે તેમના 12 સાથીઓ સાથે ચાઇનાના ચેંગઝાંઉ શહેર ખાતે હજારો લોકોની વચ્ચે શાસ્ત્રીય અને લોક નૃત્યની પ્રસ્તુતિ કરી લોકોનું મન મોહી લીધું હતું. નૃત્યાંગના ડીમ્પલ અને એમનો ગ્રુપ દેશભરમાં 600 નૃત્ય કાર્યક્રમોમાં ભાગ લઈ ચુક્યો છે. તે સિવાય તેઓ થાઈલેન્ડ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં પણ ભાગ લઈ ચુક્યા છે.
મીનલને વિઝ્યુઅલ પરફોર્મિંગ આર્ટ્સ સન્માન
સુરતની મીનલ જોષી હાલ શ્રીલંકાના પ્રવાસે હતા અને ત્યાં તેમણે પોતાની નૃત્ય દ્વારો લોકો ભારતની સંસ્કૃતિ રજૂ કરી હતી. મીનલ જોષીએ શ્રીલંકાના પાંચ અલગ અલગ શહેરોમાં પરર્ફોમન્સ આપ્યુ હતું. તે સિવાય તેમણે ત્યાંની લોકલ ચેનલ રૂપવાહિની ટીવી પર ભરતનાટ્યમ નૃત્ય રજૂ કર્યું હતું. તેમની આ કલાને બિરદાવવા માટે ‘વિઝ્યુઅલ પરફોર્મિંગ આર્ટ્સ’ અને ચેનલ દ્વારા સર્ટીફિકેટથી સન્માનિત કરવામાં આવ્યું હતું. તેઓ ઘણા વર્ષોથી દેશમાં નૃત્ય શો કરી રહ્યા છે….સૌજન્ય DB