ઉમરપાડા તાલુકાના ઘણાવડ પ્રાથમિક શાળાના શિક્ષક ફૂલસીહ વસાવા વય નિવૃત થતા તેઓના નિવૃત્તિ વિદાય સમારંભ આ શાળામાં રાખવામાં આવેલ હતો જેમાં ઉર્મિલાબેન ગામીત (પ્રોફેસર એમ.બી. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન વલ્લભ વિદ્યાનગર) ડો મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી ( મોટામિયા માંગરોળની ગાદી પતિના સુપુત્ર, અનુગામી ), જાતર દાસ બાપુ (રાધે શ્યામ મંદિર ),મોતીરામ બાપુ (વાલ્મિક ધામ ) ભુપેન્દ્રભાઈ મોદી TPEO, વિશ્વજીતભાઈ ચૌધરી, એરિક ભાઈ ખ્રિસ્તી, અનિલભાઈ ચૌધરી, બીપીનભાઈ વસાવા, અલપેશભાઈ પંચાલ, રામસિંગભાઈ, તમામ કેન્દ્ર શિક્ષકો સરપંચશ્રી,CRC, એસ.એમ.સી સભ્યો ગ્રામજનો વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત દ્વારા કરવામાં આવેલ હતી. ઉપસ્થિત મહાનુભાવો તેમજ અન્ય શિક્ષકો ગ્રામજનો દ્વારા ફૂલસિહભાઈ વસાવાને શાલ ઓઢાડી, સ્મૃતિપત્ર અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી તેમજ તેઓને શાળા સ્ટાફ દ્વારા અન્ય મહાનુભાવો દ્વારા ગ્રામજનો દ્વારા સ્મૃતિ ભેટ પણ આપવામાં આવેલ હતી, TPEO ભુપેન્દ્રભાઈ મોદીએ જણાવેલ કે સકારાત્મક વિચારો ફેલાવવાનું કામ શિક્ષકો કરે છે. આજના વિદાય સમારંભમાં પ્રથમ વખત સંતો જોવા મળેલ છે ડો. ઉર્મિલાબેન ગામીતે નિવૃત્ત થયા પછી આપનું જ્ઞાન અન્ય સંસ્થાઓને પણ આપો તેવી શુભેચ્છા પાઠવી હતી તેમજ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી.
ડો. મતાઉદ્દીન ચિશ્તીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે આંધળા અનુકરણની જરાય જરૂર નથી ઈચ્છા મુજબ જીવનનું ઘડતર થઈ શકે સંઘર્ષમાંથી પસાર થયા બાદ સુગંધ મળે, પુષ્પ પકવાય અગ્નિ પર તો અત્તર થઈ શકે આ પ્રકારની પંક્તિ દ્વારા ખૂબ જ સુંદર પોતાની આગવી શૈલીમાં સમજ આપી હતી. ફૂલસિહભાઈને તેમના નિવૃત્તિ જીવનની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં ફૂલસિહભાઈના શિક્ષક પરિવાર તરફથી ઉમરપાડાની દરેક શાળા થઇ કુલ 166 પુસ્તક આપવામાં આવ્યા હતા. સમારંભના અઘ્યક્ષ એરિકભાઈએ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી શુભેચ્છા પાઠવી હતી તેમજ વિશ્વજીત ભાઇએ પણ પ્રસંગ મુજબ વાત કરી હતી. આભારવિધિ અનિલભાઈ ચૌધરીએ કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગિરીશભાઈ પટેલ અને અનિલભાઈ ચૌધરીએ કરેલ હતુ.
વિનોદ મૈસુરિયા : વાંકલ