ઉમરપાડા તાલુકાના વાડી ગામના વાડી ફળિયાથી વનવિભાગ અને જીવદયા પ્રેમી ટીમના સભ્યોએ અજગરનું રેસ્કયુ કરી સહી સલામત રીતે અજગરને જંગલમાં મુક્ત કર્યો હતો.
વાડી ફળિયામાં ખેતરમાં ઘર બનાવી રહેતા એક ખેડૂતના ખેતર નજીક ગત રાત્રિ દરમિયાન એક અજગર દેખાયો હતો. આ ઘટનાની જાણ ખેડૂતે વનવિભાગને કરતા વાંકલ વન વિભાગ રેન્જના ફોરેસ્ટર જયંતીભાઈ બારીયા, બીટગાર્ડ મનીષભાઈ વસાવા સહિત વનકર્મીઓ તેમજ ઝંખવાવ ગામે રહેતા જીવદયા પ્રેમી મેહુલભાઈ મોરી અને તેમની ટીમના સભ્યો વાડી ગામે પહોંચી ગયા હતા અને અજગરનું રેસ્કયુ કરી પકડી લીધો હતો. અજગરે એક નોળિયાનો શિકાર કરેલ હોવાથી તેનાથી ભાગી શકાતું ન હતું. વનવિભાગની ટીમ અને જીવદયા પ્રેમીઓએ અજગરને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કર્યો હતો.
Advertisement
વિનોદ મૈસુરિયા : વાંકલ