કઠોર પ્રાથમિક શાળા ખાતે તા: ૩૧/૧૦/૨૧ ના રોજ વય નિવૃત થતા શ્રી કાંતિભાઈ આર.પટેલનો વિદાય સમારંભ કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, કાર્યવાહક પ્રમુખ પ્રફુલભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી, રીનાબેન, દિનેશભાઇ, રાજય સંઘના કાર્યાધ્યક્ષ એરિકભાઈ ખ્રિસ્તી, તિલકવાડાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ પરમાર, માજી કેળવણી નિરીક્ષક અરવિંદભાઈ ભટ્ટ, મનુભાઈ પટેલ, યુસુફભાઈ મુલ્લા, કામરેજ તાલુકા સંઘના પ્રમુખ અશ્વિનભાઈ મહામંત્રી સિરાજભાઈ તથા હોદ્દેદારો, શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ ભરતસિંહ મોરી, મંત્રી ગોવિંદભાઇ તથા હોદેદારો, ઇ.ચા. બીટ નીરીક્ષક પ્રજ્ઞાબેન, મેહુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમા મુકેશભાઈ સાખીયાએ પ્રાર્થના રજૂ કરી. કઠોર શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજુ કર્યું. ત્યારબાદ કઠોર શાળાના આચાર્ય ભરતભાઇ વોરાએ સૌ મહેમાનોને શબ્દથી આવકાર્યા. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ કાંતિભાઈ પટેલની 32 વર્ષની સેવાને બિરદાવી. તેમની કર્મ નિષ્ઠા, કર્તવ્ય પરાયણતા અને શાળા માટેની ભાવનાને બિરદાવી અને તેઓના હસ્તે શાલ અને સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલે ભૂતકાળના કાંતિભાઈ સાથેના સંસ્મરણોને વાગોળયા અને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ પાઠવી. ત્યારબાદ શાળાના સ્ટાફે કુમકુમ તિલક કરી સ્મૂર્તિ ભેટ અર્પણ કરી નિવૃત્તિ સન્માન કર્યું. ત્યારબાદ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, શિક્ષક સહકારી મંડળી દ્વારા શાલ અને સન્માનપત્ર આપી સ્વાગત કરવામાં આવ્યું. આભારવિધિ સુરેશ મૈસૂરિયાએ કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું શૌર્યસભાર સંચાલન કોસમાડીના આચાર્ય યાસીનભાઈ મુલતાની એ કર્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈ ભાવતું ભોજન લઈ સૌ છુટા પડયા હતા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ