ઉમરપાડા તાલુકાની ગુલીઉમરની પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ માટે સહાય મળી રહે સાથે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણની સુવાસ જેમ દિવાને પ્રજ્વલિત કરવા માટે તેલની જરૂર પડે છે, તેવી જ રીતે સંસ્કાર, શિક્ષણ અને આઘ્યાત્મિક જેવા સકારાત્મક વિચારો જીવનમાં આગળ વધતા રહો તેવા શુભ સંદેશાને ઓલપાડ તાલુકાના જીણોદ પ્રાથમિક શાળાના શિક્ષક ચિરાગ પટેલના જન્મ દિવસ નિમિત્તે શાળાના તમામ બાળકોને નોટબુક, બોલપેન, પેન્સિલ, માપપટ્ટી, કલરપેન, બાળ રમત પેટી, સાથે ચિત્રકામ પોથી વગેરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. જેમા ઉપસ્થિત મહાનુભાવો ઉ.શિ. અનિલભાઇ ચૌધરી, દેવાંશુભાઇ, સીઆરસી કૉ.ઓ ,મુળદ, ઓલપાડના હર્ષદ ચૌહાણ, સંદિપ આહિર, દિલિપ ગામીત સાથે આચાર્ય મેહુલ ઠંઠ તથા પ્રકાશ ચૌધરી, વસંતભાઈ ચૌધરી સાથે એક્શન યુવા ગૃપના વિજય વસાવા સૌની ઉપસ્થિતિમાં જન્મ દિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ કરવામાં આવ્યું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
ઉમરપાડાનાં ગુલીઉમર ગામ પ્રાથમિક શાળામાં શિક્ષકે નોટબુક વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો.
Advertisement