Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા વનવિભાગે શંભુનગરના કમોદવાવ પાસે ખેરનાં લાકડાં ભરેલી બોલેરો પીકઅપ સાથે રૂ.૩,૦૭,૫૯૪ નો મુદ્દામાલ કબ્જે કર્યો.

Share

ઉમરપાડા વનવિભાગે ફિલ્મી ઢબે પીછો કરી શંભુનગર નજીકના કમોદવાવ ગામેથી ખેરના લાકડા ભરેલી બોલેરો પીકઅપ સાથે રૂપિયા ૩,૦૭,૫૯૪ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે આરોપી ચાલક વાહન મૂકીને ફરાર થઇ ગયો હતો.

નાયબ વનસંરક્ષક સુરતનાં માર્ગદર્શન હેઠળ તેમજ મદદનીશ વન સંરક્ષક સુરેન્દ્રસિંહ કોસાડાની સૂચના અનુસાર વડપાડા રેન્જના ફોરેસ્ટ ઓફિસર બી.પી. વસાવા તેમજ ઉમરપાડા રેન્જનાં વનકર્મી સ્ટાફ સાથે સંયુક્ત રીતે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી આધારે ખૌટારામપુરાથી શંભુનગર તરફ જતાં રસ્તા ઉપર ખેરના લાકડા ભરેલા બોલેરો પીકઅપ પસાર થતા વન વિભાગની ટીમે ફિલ્મી ઢબે વાહનનો પીછો કર્યો હતો. પરંતુ ચાલકે વાહન હંકારી મૂકતાં શંભુ નગર પાસેના કમોદવાવ ગામમાં આરોપી પીકઅપ મૂકી ફરાર થઈ ગયો હતો. વન વિભાગે બોલેરો પીકઅપની અંદર તપાસ કરતાં ૧.૫૯૧ ઘન મીટર ૩૪ નંગ ખેરનાં લાકડાં જેની કિંમત રૂ.૫૭,૫૯૪ અને બોલેરો પીકઅપની અંદાજિત કિંમત રૂ.૨,૫૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૦૭,૫૯૪ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આરોપી કઈ જગ્યાનો છે લાકડા ભર્યા હતા અને ક્યાં જઈ રહ્યો હતો. તે અંગેની તપાસ વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ એસ.ઓ.જી પોલીસે ચોરીના વાહન સાથે આરોપીની ધરપકડ કરી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી કુલ 616 યુનિટ રક્ત એકત્રિત કરાયું.

ProudOfGujarat

ડાંગ અને વઘઈમાં યુવા ભાજપ સહિતના સંગઠનોના મંત્રીઓએ આપ્યા રાજીનામા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!