ઉમરપાડા તાલુકા મથક ખાતે નેહરુ યુવા કેન્દ્ર અને ઉમરપાડા પોલીસના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.
આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પોલીસ સ્ટેશન અને મુખ્ય માર્ગો ઉપર સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. દેશમાં કાયદાનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ સ્વચ્છ ભારતનું છે, તેવા સંદેશા સાથે સ્વચ્છતા અંગે લોક જાગૃતિ રેલી યોજવામાં આવી હતી, ત્યારબાદ રેલીમાં જોડાયેલા તમામ લોકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. ક્રાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ તૃષિત ચૌધરી, અમિત ચૌધરી, સુરેશ વસાવા, રણજીત ચૌધરી, ઉષાબેન વસાવા, જિલ્લા યુવા કાર્યક્રમ સલાહકાર સદસ્ય, એક્શન યુવા ગૃપના વિજય વસાવા વગેરે કાર્યક્રમમાં જોડાયા હતા. નેહરૂ યુવા કેન્દ્ર સુરતના પરેશ વસાવા અને પંકજ શેન વગેરેના સહયોગથી સફાઈ અભિયાન સફળ રહ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ