ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે ટીબી મુક્ત અભિયાન અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સરકારી માધ્યમિક શાળામાં ટીબી અંગે જન જાગૃતિના કાર્યક્રમમાં પોસ્ટર સ્પર્ધા યોજાઇ હતી તેમજ વિદ્યાર્થીઓને ટીબી વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં કયા પ્રકારનો આહાર લેવો, ટીબીથી કઈ રીતે બચી શકાય અને ટીબીના લક્ષણો દેખાય તો તાત્કાલિક સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી નિદાન કરાવવું વગેરે માહિતી હેલ્થ સુપર વાઇઝર સચિન બોરસે દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય વિજયભાઈ પટેલ, ગુલાબ ભાઈ ચૌધરી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement