સુરત જીલ્લાના માંગરોલ તાલુકાના આંબાવાડી પ્રાથમિક શાળા ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમ સુરત દ્વારા સર્વ નિદાન કેમ્પ માંગરોલ તાલુકા જન જાતિના મહામંત્રી ગિરીશ ચૌધરી અને આંબાવાડી તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિ મૈસુરીયાના સહયોગથી યોજવામાં આવ્યો હતો. સર્વરોગ નિદાન કેમ્પમાં દર્દીઓને દવા પણ મફત આપવામાં આવી હતી. 180 થી વધુ દર્દીઓએ સર્વ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો. ધરમશી પટેલ, ડો. ભાવેશ પટેલે સેવા આપી હતી.
આ તકે સુરત મહાનગર આરોગ્ય પ્રમુખ ગોરધન સાકરીયા, પ્રકાશ કોઠીયા, મનીષ પટોળીયા, સહમંત્રી યોગેશ ગામીત, તાલુકા પંચાયત સદસ્ય તૃપ્તિ મૈસુરીયા, કંચન વસાવા, યશોદા વસાવા, મહામંત્રી ગિરીશ ચૌધરી, અર્જુન ચૌધરી, શૈલેષ મૈસુરીયા, નરેશ ચૌધરી, ઠાકોર કાકા હાજર રહ્યા હતા. આજુબાજુના ગ્રામજનોએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement