ઉમરપાડા તાલુકાના ગુલી ઉમર ગામની પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી. બાળકોમા અભ્યાસની સાથે કલા, સંસ્કૃતિ અને કૌશલ્ય વિકસે શિક્ષણ સાથે આવી અવનવી સ્પર્ધા, પ્રવૃતિઓથી ગામડાનું શિક્ષણ સ્તર ઉપર આવે તેવા પ્રયાસરૂપે નવરાત્રી મહોત્સવનું આયોજન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.
શાળાના બાળકોએ નવરાત્રી મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આચાર્ય મેહુલભાઇ ઠંઠ, સી.આર.સી સંદિપ આહિર તથા દીલીપ ગામિતના નેજા હેઠળ નવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં શાળા વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષ સરિતાબેન વસાવા, એક્શન યુવા ગૃપના વિજય વસાવા, મહેન્દ્ર વસાવા, બલિરામ વસાવા, વિનુ વસાવા અને કોટેસિંગ વસાવા વગેરે હાજર રહ્યા હતા અને શાળાના બાળકો તેમજ શિક્ષણ સ્ટાફને નવરાત્રી મહોત્સવનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ