સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની ચિંતન શિબિર વાંકલ મુકામે આવેલ સરકારી કોલેજ ખાતે રાખવામાં આવેલ હતી. આ ચિંતન શિબિરમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ભાવિનીબેન પટેલ, બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિતભાઈ પટેલ, સહકાર સિંચાઇ સમિતિના ચેરમેન અફઝલખાન પઠાણ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, હર્ષદભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન મૈસુરીયા, ડૉ યુવરાજ સિંહ સોનારીયા, અનિલભાઈ શાહ જિલ્લા પંચાયતના સભ્ય તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ હતી શાબ્દિક સ્વાગત માંગરોળ TPEO ભુપેન્દ્રભાઈ મોદીએ કરેલ હતું ઉપસ્થિત મહાનુભાવો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલ હતું. શિક્ષણ સમિતિના ચેરમેન ભાવીનીબેન પટેલે પોતાના પ્રવચનમાં જણાવેલ કે શિક્ષકો થકી જ બાળકોનું ઘડતર થવાનું છે તેઓ દ્વારા શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ વાત કરવામાં આવી હતી. મારી શાળા વર્ગ મારુ બાળક આ ભાવનાથી કામગીરી કરવી એમ જણાવ્યું હતું, બાંધકામ સમિતિના ચેરમેન રોહિતભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે આ પ્રકારની ચિંતન શિબિરનું આયોજન કરવાથી શિક્ષકો સાથે સીધો સંવાદ થઈ શકે બાળકના વિકાસ કરવામાં પાયાના પથ્થર તરીકે શિક્ષકો કામ કરે છે. સહકાર સિંચાઇ સમિતિના ચેરમેન અફઝલ ખાન પઠાણે જણાવેલ કે પ્રાથમિક શિક્ષણ એ માણસના જીવનની કે શૈક્ષણિક કારકિર્દીની બુનિયાદ છે એમ જણાવી પ્રાથમિક શાળાએ ગામનો અમૂલ્ય કીમતી ઘરેણું છે, હર્ષદભાઈ ચૌધરીએ પણ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી, અન્ય મહાનુભાવોએ પણ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માંગરોલ બી.આર.સી. હીરાભાઈ ભરવાડ, ટી.પી.ઇ.ઓ ભુપેન્દ્રભાઈ મોદી, માંગરોળ તાલુકા પ્રાથમિકશિક્ષક સંઘ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કરેલ હતું.
વિનોદ મૈસુરીયા વાંકલ