આજકાલ લોકો જન્મદિવસની ઉજવણી અલગ અલગ રીતે કરતા હોય છે જેથી તેઓ જીવનભર તેમના જન્મદિવસની ઉજવણી યાદ રાખી શકે. વળી તમે જન્મદિવસની ઘણી ઉજવણી જોઈ પણ હશે, આજે અમે તમે એક દીકરાએ તેના પિતાનો જન્મદિવસ એવી રીતે ઉજવ્યો છે કે તેના પિતાની સાથે સાથે દરેક લોકો ખુશ થયા છે. જણાવીએ કે, સુરતમાં જન્મદિવસની ઉજવણી થોડી અલગ રીતે કરવામાં આવી હતી. શહેરમાં હીરાના કારખાનામાં હીરા કામદાર તરીકે કામ કરતા 61 વર્ષીય રવજીભાઈનો જન્મ 1 ઓક્ટોબરના રોજ થયો હતો. ત્યારે રવજીભાઈના પરિવારે પહેલી વખત તેમનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું ત્યારે રવજીભાઈને જાણ કરવામાં આવી ન હતી. પરિવારના સભ્યો તેમને સરપ્રાઈઝ આપી હતી. દરેક વ્યક્તિ પોતાના ખાસ લોકોનો જન્મદિવસ કંઈક ખાસ રીતે ઉજવે એવુ ઈચ્છે છે. કેટલાક લોકો પોતાના નજીકના લોકોને એવી ગિફ્ટ આપે છે જે લાઈફટાઈમ યાદગાર બની જાય. ત્યારે સુરતના એક દીકરાએ પણ આવુ જ કંઈક કર્યુ છે. દીકરાએ તેમના પિતાના જન્મદિન પર ચંદ્ર પરની જમીનનો એક નાનકડો ટુકડો ભેટમાં આપ્યો છે. હવે પિતા ચંદ્રના માલિક બન્યા છે.
સુરતના 61 વર્ષીય રવજીભાઈ માલવિયા ડાયમંડ કંપનીમાં કામદાર તરીકે ફરજ બજાવે છે. 1 ઓક્ટોબરના રોજ તેમનો જન્મદિવસ હતો. તેથી તેમના જન્મદિવસ પર તેમના પરિવારે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ દિવસે તેમનો આખો પરિવાર એકઠો થયો હતો. આ વચ્ચે તેમના દીકરા શૈલેષે તેમને એક પાર્સલ આપ્યુ હતુ. પાર્સલ ખોલતા જ રવજીભાઈ ચોંકી ઉઠ્યા હતા. તેમના હાથમાં જે પાર્લસ હતું, તેમાં કેટલાક કાગળ હતા. જેમાં લખ્યુ હતું કે, તેઓ ચંદ્ર પરની એક એકર જમીનના માલિક છે.
સુરત : દીકરાએ પિતાનો 61 મો જન્મદિવસ યાદગાર બનાવ્યો : ભેટમાં આપી ચંદ્ર પર એક એકર જમીન.
Advertisement