Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જિલ્લામાં સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગે ‘માર્ગ સુધારણા’ અભિયાન હાથ ધર્યું.

Share

સુરત જિલ્લાના માર્ગો ઉપર ચોમાસાના ભારે વરસાદને કારણે પડેલા ખાડાઓનું સમારકામ સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગે ‘માર્ગ સુધારણા’ અભિયાન હેઠળ હાથ ધર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે તા.૧ લી ઓક્ટોબરથી રાજયભરમા શરૂ કરેલા નુકસાનગ્રસ્ત માર્ગોની સુધારણા અંતર્ગત સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના સિયાલજ પાનસરા મોટા બોરસરા રોડ પર પડેલા ખાડાનું સમારકામ હાથ ધર્યું છે. ઉપરાંત, કામરેજ પોલીસ ચોકીથી કેનાલ રોડ, વાવ ગામથી કામરેજ, ઉંભેળ પરબ રોડ પર પડેલા ખાડાનું રિપેરિંગ હાથ ધર્યું છે. જરૂર પડ્યે વધુ ટીમોની સેવા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે સ્ટેન્ડ બાય ટીમ પણ તૈનાત કરવામા આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ડેડીયાપાડામાં બાળકો અને માતા- પિતા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : વાલિયામાં મુખ્યમંત્રીનાં હસ્તે પાણી પુરવઠાની ચાર યોજનાઓનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાહુલની ટીમમાં અહેમદ પટેલની એન્ટ્રી, મોતીલાલ વોરાની જગ્યાએ બન્યાં કોંગ્રેસના કોષાધ્યક્ષ…લોકસભા ચૂંટણી પહેલા મહત્વની જવાબદારી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!