જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય. બી. ઝાલા દ્વારા એક જાહેરનામા દ્વારા સાહોલ-કીમ-માંડવી રોડના કીમી ૧૦/૪ પર કીમ ગામમાં આવેલા એલ.સી. નં.૧૫૮ (સાયણથી કીમ સ્ટેશન વચ્ચે) પર આર.ઓ.બી. બાંધવાની કામગીરી શરૂ હોવાથી આ રસ્તા પરથી (બન્ને તરફના) વાહનો પરનો પ્રતિબંધ લંબાવીને તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી કરવામાં આવ્યો છે. જેથી વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સમય દરમિયાન વૈકલ્પિક રીતે ડાયવર્ઝન તરીકે નીચે મુજબ માર્ગ પરથી વાહનો પસાર થઈ શકશે.
(૧) ને.હા.નં. ૪૮ થી આંબોલી થઇને કઠોર-વેલંજા-સાયણ-સાંધિયેર-ઓલપાડ-માસમા-સરોલી- સુરત રૂટ પર બંને તરફ જઇ શકશે.
(૨) અંકલેશ્વર તથા આજુબાજુથી આવતા વાહનો ને.હા. નં.૪૮ થી કોસંબા ચોકડીથી કોસંબા- ખરચ-પાંજરોલી-ઓભા-સાહોલ-કદરામા-ઓલપાડ-માસમા-સરોલી થઇ સુરત રૂટ પર બંને તરફ જઇ શકશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
વિનોદ મૈસુરિયા : વાંકલ