સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પ્રેરિત તાલુકા પંચાયત કચેરી મહુવા અને ધનગૌરી સાર્વજનિક હાઇસ્કુલ વલવાડા ખાતે, ચિંતન શિબિર યોજાઈ.તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ મહુવાના સંયુક્ત ઉપક્રમે, ધનગૌરી સાર્વજનિક હાઇસ્કુલ વલવાડા ખાતે, ચિંતન શિબિર યોજાઈ.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના માન. ચેરમેન ભાવિનીબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રાકેશભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપક આર. દરજી સાહેબ, ટીપીઓ કેતનભાઈ ચૌધરી સાહેબ, બારડોલી ટીપીઇઓ શાહર દેસાઈ સાહેબ, બી.આર.સી કો-ઓર્ડિનેટર હિતેન્દ્રભાઇ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઇ પટેલ, કાર્યવાહક પ્રમુખ પ્રફુલ્લભાઇ પટેલ, મંત્રી અરવિંદભાઇ ચૌધરી, તાલુકા સંઘના પ્રમુખ બિપીનભાઈ પટેલ, મંત્રી અશ્વિનભાઈ પટેલ, શિક્ષક જ્યોત સંપાદક મંડળના સદસ્ય ધીરૂભાઇ પટેલ, મહુવા તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ મહેશભાઇ સોલંકી, મંત્રી રાકેશભાઇ ચૌધરી, વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડાના ઉપપ્રમુખ ભગુભાઇ પટેલ, ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડાના આચર્ય નિલેશભાઇ પ્રજાપતિ, તેમજ સંઘના તમામ હોદ્દેદારો અને મહુવા તાલુકાની તમામ શાળાના શિક્ષકોએ હાજરી આપી.
શરૂઆત દીપપ્રાગટ્ય પ્રાર્થના બાદ મહુવાના ટીપીઇઓ શ્રી કેતનભાઈ ચૌધરી સાહેબશ્રીએ સૌને શબ્દોથી આવકાર્યા. જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાકેશભાઇ પટેલ સાહેબ દ્વારા બાળકોનું પાયાનું શિક્ષણ કાર્ય સાથે સાથે નૈતિક મૂલ્યોનું સિંચન પણ થાય તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપક આર. દરજી સાહેબશ્રી દ્વારા આપણું પ્રાથમિક શિક્ષણ બાળકેન્દ્રી બને તે માટે તથા પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાલક્ષી બને પહેલા ધોરણથી લઈ શાળાનું બાળક વાંચન ગણન લેખન બાબતે જે તકલીફો પડે છે એને કેમ સુધારી શકાય એ બાબતે ચર્ચા કરી. તેમજ નૂતન ભારત વિશે ખૂબ સારી સમજ આપી. શિક્ષણમાં શિક્ષકની ભૂમિકાઓ વિશે ચર્ચા થઈ. તાલુકાનું શિક્ષણ વધારે ગુણવત્તાલક્ષી બનાવવા માટે શું કરી શકીએ એ બાબતે પણ ચર્ચા થઈ. સ્કૂલ ઇન્સ્પેક્ટર તુષાર પાટીલે એ.સો.ઈ. તથા ગુણોત્સવ બાબતે ખુબ સુંદર માર્ગદર્શન આપ્યું. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના માન. ચેરમેન ભાવિનીબેન પટેલે શિક્ષકો સાથે સંવાદ કરી ભૌતિક અગવડતા, તેમજ શાળામાં જરૂરીયાતો બાબતે સુંદર ચર્ચાઓ કરી સાથે બારડોલી ટીપીઇઓ શાહર દેસાઈ સાહેબએ બાળકોને પોતાના રસના ક્ષેત્રમાં આગળ વધે તેમજ ઉચ્ચ સિદ્ધિ મેળવે તે માટે શિક્ષકોનો બાળકોના રસના વિષયમાં આગળ વધવાની તક ઉભી કરવાની પ્રેરણા પુરી પાડી આભારવિધિ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ પ્રફુલ્લભાઇ પટેલ દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળા લસણપોરના મુખ્ય શિક્ષક હરિસિંહ પરમાર તથા પ્રાથમિક શાળા કોસના શિક્ષિકા પ્રિયંકાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યુ. અંતે રાષ્ટ્રગાન ગાઇને સૌ છુટા પડ્યા હતા. એમ શિક્ષક જ્યોત સંપાદક મંડળના સદસ્ય ધીરુભાઈએ જણાવેલ હતુ.
વિનોદ મૈસુરિયા : વાંકલ