સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પ્રેરિત તાલુકા પંચાયત કચેરી કામરેજ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ કામરેજના સંયુક્ત ઉપક્રમે ચિંતન શિબિર યોજાઈ.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના માન. ચેરમેન ભાવિનીબેન પટેલ બાંધકામ સમિતિના ચેરમેન રોહિતભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપક આર દરજી જે.બી.ડાયમન્ડ સંકુલના કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડો. કે .સી. પટેલ નાયબ ડીપીઇ ઓ સ્વાતિબેન પટેલ ટીપીઓ જ્યોતિબેન બારડોલી ટીપીઓ શાહર દેસાઈ કામરેજ તાલુકા સંઘના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ મહામંત્રી સિરાજભાઈ મુલતાની તેમજ સંઘના તમામ હોદ્દેદારો અને કામરેજ તાલુકાની તમામ શાળાના શિક્ષકોએ હાજરી આપી. શરૂઆત દીપપ્રાગટ્ય પ્રાર્થના બાદ કામરેજના TPEO જ્યોતિબેન પટેલે સૌને શબ્દોથી આવકાર્યા. વક્તાઓ દ્વારા આપણું પ્રાથમિક શિક્ષણ બાળકેન્દ્રી બને, સુંદર અને સુચારુ બને અને તેમાં શિક્ષણમાં શિક્ષકની ભૂમિકાએ વિશે ચર્ચા થઈ. તાલુકાનું શિક્ષણ વધારે ગુણવત્તાલક્ષી બનાવવા માટે શું કરી શકીએ એ બાબતે પણ ચર્ચા થઈ. સ્કૂલ ઇન્સ્પેક્ટર તુષાર પાટીલે એ .સો.ઈ બાબતે ખુબ સુંદર માર્ગદર્શન આપ્યું. રાકેશ મહેતાએ નૂતન ભારત વિશે ખૂબ સારી સમજ આપી જ્યારે જી.પ. બાંધકામ સમિતિના ચેરમેન શ્રી રોહિત પટેલે શિક્ષકો સાથે સંવાદ કરી ભૌતિક અગવડતા, શિક્ષકનો કર્મ અને ધર્મ સાથે જિલ્લાના શિક્ષણ ને ટોચ સુધી લઈ જવા માટે કંઈક નાવીન્ય પ્રોગ્રામ એવી સુંદર ચર્ચાઓ કરી સાથે ડી.પી.ઓ ડો. દિપક .આર. દરજીએ પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા લક્ષી બને પહેલા ધોરણથી લઈ શાળાનું બાળક વાંચન ગણન લેખન બાબતે જે તકલીફો પડે છે એને કેમ સુધારી શકાય એ બાબતે ચર્ચા કરી. આભારવિધિ વાવ સ્કૂલના આચાર્ય પ્રજ્ઞાબેન પટેલે કરી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોસમાડી આચાર્ય યાસીન મુલતાની એ કર્યું. અંતે રાષ્ટ્રગાન ગાઇને સૌ છુટા પડ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
સુરત : જે બી ડાયમંડ હાઈસ્કૂલ લસકાણા ખાતે પ્રાથમિક શિક્ષકોની ચિંતન શિબિર યોજાઈ.
Advertisement