શહેરમાં કોરોના મહામારીએ ફરી માથું ઊંચક્યું છે. રવિવારે વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં, અઠવા ઝોનમાં ભટારના મેઘમલ્હાર એપાર્ટમેન્ટમાં એક કેસ નોંધાયો છે. બીજો એક કેસ તડકેશ્વર વસાહત આઝાદનગર પાસે નોંધાયો છે. રાંદેર ઝોનમાં પણ વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. આ એક-એક કેસ પાલ અને પાલનપુરમાં નોંધાયા છે. તો એક કેસ ઉધના ઝોનમાં પણ નોંધાતાં કુલ પાંચ કેસ નોંધાયા છે.જેથી તકેદારી રાખવી જરૂરી છે.
કોરોનાના 5 કેસ મળતા ગાઇડ લાઇન પ્રમાણે પાલિકાએ ક્લસ્ટર જાહેર કરી રહીશોને કોરન્ટાઇનમાં રહેવા સૂચના આપી છે અને એપાર્ટમેન્ટને સીલ મરાયું છે. દૈનિક ધનવંતરી રથ થકી ટેસ્ટિંગ કામગીરી પણ કરાઈ છે ત્યારે કેદી જેવી સ્થિતિમાં મુકાયેલા રહીશોએ રવિવારે પાલિકાના કર્મચારીઓ સાથે જીભાજોડી કરી હતી અને બેરિકેટ ખોલવા પણ કહ્યું હતું પરંતુ નાયબ આરોગ્ય અધિકારીએ જઇને કોરોનાની સ્થિતિ ગાઇડ લાઇનનું પાલન અંગે સમજાવતાં માંડ માંડ મામલો થાળે પડ્યો હતો. સુરત માં કોરોનાએ પગ પેસારો કર્યો છે. ત્યારે સુરતના પાલ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં બાળકો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. સુરતમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
જો કે, 7 દિવસમાં 5 કેસ મળતાં સુરત મહાનગર પાલિકા દ્વારા સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અઠવા ઝોનમાં ઇન્ડોર સ્ટેડિયમ પાસેના મેઘમયુર એપાર્ટમેન્ટમાં 9 કેસ નોંધાતાં ક્લસ્ટર કરાયું હતું. રાંદેર ઝોનમાં પાલના સુમેરુ સિલ્વરમાં પણ બાળક સહિત 5 કેસ નોંધાતા ક્લસ્ટર કરાયું છે. કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે જેથી બે એપાર્ટમેન્ટ સીલ કરવા પડ્યાં છે.