ઉમરપાડા તાલુકાના ગુલી ઉંમર ગામે પંડિત દિન દયાળના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દોડ સ્પર્ધા યોજાઇ હતી.
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નહેરૂ યુવા કેન્દ્ર-સુરત અને એક્શન યુવા ગૃપના માધ્યમથી મેગા ફિટ ઇન્ડીયા ફિડમ અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયની ૧૦૫ મી જન્મ જયંતિ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી થઇ રહી છે જેના ભાગરૂપે ફિટ ઇન્ડીયા ફિડમ ૨.૦ રન કરવામાં આવ્યુ તેમા ૭૫ જેટલા દોડવીરોએ ભાગ લીધો. કાર્યક્રમમાં ગ્રામપંચાયત સભ્ય બલિરામભાઇ વસાવા, પ્રા.શા.ગુલીઉમર આચાર્ય મેહુલ ઠંઠ અને ગામના વડિલો મહેન્દ્રભાઇ વસાવા, કોટેસિંગભાઇ વસાવા, એંજલબેન વસાવા, અમિશાબેન વસાવા સહિત તમામ લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન એક્શન યુવા ગૃપના વિજય વસાવા દ્રારા જિલ્લા યુવા ઓફિસર સચિન શર્માના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement