Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-અમરોલીમાં 2 બાળકોના પિતાનો 20 વર્ષીય યુવતી પર આર્ચયું દુષ્કર્મ..

Share

 
FILE PIC_સૌજન્ય/સુરત: અમરોલીમાં બે સંતાનાનો પિતાએ 20 વર્ષની યુવતી પર તેના જ તબેલામાં રેપ કરી વિડીયો અને ફોટા લોકોમાં ફરતા મુકી દેવાની ધમકી આપી ભગાડી ગયો હતો. જયારે યુવતી પોલીસમાં હાજર થઈ ત્યારે નરાધમની હકીકતો બહાર આવી હતી. જેને પગલે અમરોલી પોલીસે તબેલાના માલિક સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે.

અમરોલી છાપરાભાઠા આદર્શનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય પરેશ પરસોતમ પડશાળા તેના તબેલાની બાજુમાં રહેતી 20 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બે સંતાનો હોવા છતાં પરેશએ પરિવારની કોઈ પરવાહ ન કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તબેલામાં શારિરીક સંબધ બાંધતો હતો. નરાધમે તેનો વિડીયો અને ફોટો લોકોમાં ફરતો કરી દેવાની પણ ચીમકી આપી ત્રણેક દિવસ પહેલા જ ભગાડી ગયો હતો. અમરોલી પોલીસે યુવતીની ફરિયાદ લઈ નરાધમ પરેશ પડશાળા સામે બળાત્કારનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

વિરમગામ તાલુકાની ધાકડી પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરના કોસમડીની સ્વસ્તિક સોસાયટીમાં અગમ્ય કારણોસર યુવાને આત્મહત્યા કરી લીધી હતી જેના મૃતદેહનું સરકારી દવાખાને ફરજ પરના ડોક્ટરે પોસ્ટ મોર્ટમ નહીં કરતા સંબંધીઓએ રોષ વ્યક્ત કર્યો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!