માંગરોલ, કોસંબા અને ઉમરપાડાના લોકોને માંડવી સુધી કોર્ટના કામ માટે જવાની મુશ્કેલીનો અંત આવી ગયો છે. પ્રજા એ 70 થી 80 કિમી લંબાવું નહીં પડે.
માંગરોલ તાલુકા મથકે સિનિયર ડિવિઝન કોર્ટ શરૂ કરવામાં આવતા લોકોની મુશ્કેલીનો અંત આવ્યો. સિનિયર ડિવિઝન કોર્ટ માંડવી ખાતે ચાલી રહી હતી. જેમાં મહતમ કેસો માંગરોલ તાલુકાના છે. તાલુકાના કોસંબા વિસ્તારના લોકોને માંડવી સુધી કોર્ટના કામ માટે જવુ પડતું હતું તેમજ ઉમરપાડા તાલુકાના ઊંડાણ વિસ્તારના લોકોએ માંડવી કોર્ટના કામ માટે દોડવું પડતું હતું. હવે લોકોને રાહત થશે, સમયનો બગાડ પણ થશે નહીં.
વર્ષોથી બાર એસોસીએશન સિનિયર કોર્ટ ચાલુ કરવાની માંગણી સંતોષતા સભ્યોમાં અને પ્રજામાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આ તકે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ વિમલ.કે.વ્યાસ, માંગરોલના પ્રિન્સિપાલ જજ એમ.ડી.દવે, બાર એસોસીએશનના પ્રમુખ અશ્વિનસિંહ ઠાકોર,ઉપપ્રમુખ કિરીટસિંહ ઠાકોર, એડવોકેટ અમિત શાહ, સોહેલ નૂર તેમજ મહિલા એડવોકેટ તેમજ બાર આસોસીએશનના સભ્યો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ