Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત લાભોનું વિતરણ કરાયું.

Share

ઉમરપાડા તાલુકાના ગોપાલીયા ગામે સરકારી કન્યા છાત્રાલય ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને ગેસકીટ અને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તાલુકામાં ઠેર-ઠેર વૃક્ષારોપણ રક્તદાન કેમ્પના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જેના ભાગરૂપે ઉમરપાડા તાલુકાના ૬૬ જેટલા લાભાર્થીઓને ઉજ્વલા યોજના અંતર્ગત મફત ગેસ કીટ અને અનાજનું વિતરણ તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન ચૌધરી, સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય દરિયાબેન વસાવા, ઉપ પ્રમુખ વિપુલભાઈ વસાવા, મહામંત્રી અર્જુનભાઈ વસાવા, અમીશભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ મોહનભાઈ વસાવા, કુંતાબેન વડવી, સહિતના આગેવાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ગેસ એજન્સી અને સસ્તા અનાજની દુકાનના સંચાલક કુસુમબેન વસાવા સહિત સરકારી તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ ના નેશનલ હાઇવે નંબર ૮ ઉપર આવેલ વડદલા ગામ નજીક કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક નું મોત બે લોકો ને ઈજાઓ પહોંચી હતી…..

ProudOfGujarat

અંકલેશ્વરમાં પ્રદુષણ માફિયા બેફામ બન્યા, રાજપીપળા ચોકડી પાસે કાંસમાં પ્રદુષિત જળ વહેતું નજરે પડ્યું

ProudOfGujarat

રાજપારડી ગામે ધોધમાર વરસાદ વરસતા વિજ થાંભલો કોતરડીમાં તણાયો વિજ વિભાગના કર્મચારીઓએ ઝહેમત ઉઠાવી રિપેરિંગની કામગીરી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!