માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના ૭૧ માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સુરત શહેર મહીલા મોરચા દ્વારા આજે કિન્નર સમાજ માટે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું . 17 મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે સુરતના આંગણે અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરત શહેર મહીલા મોરચા દ્વારા એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. કિન્નરોને સમાજમાં માન સન્માન આપવામાં આવી રહ્યું નથી ત્યારે આ અનોખી પહેલ દ્વારા કિન્નરોની મદદ કરવામાં આવી રહી છે.
જેમા સુરત મહિલા મોરચાના પ્રમુખ શીલાબેન તારપરા, મહામંત્રી માયાબેન બારડ, ઉપપ્રમુખ રીતુબેન રાઠી, મહિલા મોરચા સોશ્યલ મીડિયા કોર કમિટી મેમ્બર ઉર્વીબેન પટેલ, રેખાબેન પસરીયા અને જયશ્રીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
પી.એમ મોદીના જન્મદીવસ નિમિતે સુરત શહેરમાં અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 71 માં જન્મ દિવસને લઈ ભાજપ દ્વારા નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 17 મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે સુરતના આંગણે અનોખું આયોજન કરવામાં આવ્યું છે. વડનગરથી વડાપ્રધાન સુધીનું એમની નરેન્દ્ર મોદીજીની અદભુત જીવન યાત્રા લોક કલાકાર સાંઈરામ દવે “નમોત્સવ” કાર્યક્રમમાં ગીતો અને વાતોના માધ્યમથી મંચ પર જીવંત કરશે.