સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આયોજીત નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોના સન્માન સમારંભનું બારડોલીમા અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ હતો. સમારંભના અધ્યક્ષ તરીકે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ ભાઈ પટેલ, સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડી.એસ ગઢવી (ડી. ડી.ઓ. સુરત ), ગીતાબેન પટેલ, (ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત સુરત )આ ઉપરાંત શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાવિનીબેન પટેલ (અધ્યક્ષ શિક્ષણ સમિતિ), બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિતભાઈ પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ જીનેશભાઈ ભાવસાર, રોશનકુમાર પટેલ, અશોકભાઈ રાઠોડ, નીલાબેન ઉપપ્રમુખ બારડોલી તાલુકા પંચાયત, દિનેશભાઇ પરમાર,ડી.પી.ઈ.ઓ. ડો. દિપક આર દરજી, નાયબ ડી.પી.ઈ.ઓ. સ્વાતિ બેન પટેલ, અરવિંદભાઈ ચૌધરી મહામંત્રી જિલ્લા સંઘ, સુરત જિ.પં. ના માનનીય સભ્યગણ, માનનીય અન્ય સમિતિના અધ્યક્ષગણ, બારડોલી તા.પં પ્રમુખ અને સદસ્યો, જિલ્લા સંઘના હોદ્દેદારો, તાલુકા સંઘના હોદ્દેદારો તેમજ નિવૃત થયેલા શિક્ષકો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ભાવેશભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. પ્રાર્થના, સ્વાગત આ શાળાની બાળાઓએ રજુ કરી હતી સ્વાગત પ્રવચન ડીપીઈઓ ડૉ.દિપક આર દરજીએ કરેલ હતું. ઉપસ્થિત મહાનુભાવોનુ પુષ્પ આપી સ્વાગત કરવામાં આવેલ હતુ. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવૉર્ડ મેળવનાર સુરાલી પ્રાથમિક શાળાના કપિલાબેન ચૌધરીનુ શાલ ઓઢાડી, સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવેલ નિવૃત થયેલા 92 શિક્ષકો અને 2 ટી પી ઈ ઓને મહેમાનો દ્વારા શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માન કરેલ હતુ.
શિક્ષક એ જ્ઞાનરૂપી મહાસાગરનો અંશ છે એ કયારેય નિવૃત્ત નથી થતો એવું રોહિતભાઈ પટેલએ જણાવ્યું હતું. શિક્ષણ સમિતિના અધ્યશ્ર ભાવિની બહેને અસ્તાન કન્યાવિદ્યાલયના મીઠા સંભારણા પોતાના વક્તવ્યમાં દોહરાવ્યા હતા. સૌ શિક્ષકોનું ભાવિ જીવન તંદુરસ્તમય બની રહો એવી શુભકામનાઓ પાઠવી હતી ડી.ડી.ઓ ડી એસ ગઢવી સાહેબે પોતાના જીવનનું ઘડતર સરકારી પ્રાથમિક શિક્ષકો દ્વારા થયું એ જણાવી શિક્ષકોની સેવાને બિરદાવી હતી. સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલ એ શિક્ષકને બાળકના જીવન ઘડતરમાં પાયાના પથ્થર તરીકે ગણાવ્યા. માનવ ઘડતરમા શિક્ષકનુ ખુબ મહત્વ છે એમ જણાવેલ સાથે સાથે નિવૃત્તિ દિને સૌ શિક્ષકોને આર્થિક લાભો મળી જાય એમ જણાવેલ.
નિવૃત્ત શિક્ષક ગણપતસિંહ અને નિવૃત્ત ટીપીઈઓ જશવંતભાઈએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. માનનીય ટીપીઈઓ દેસાઈ સાહેબે આભાર વિધિ કરી હતી. અંતે સૌ રાષ્ટ્ર ગીતગાઈ છુટા પડ્યા હતા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન યાસીન મુલતાનીએ કરેલ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા માટે બળવંત ભાઈ પટેલ, તેમજ તેઓની ટીમ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ હતુ.
વિનોદ મૈસુરિયા : વાંકલ