Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા ખાતે રૂ. ત્રણ કરોડનાં ખર્ચે નિર્મિત થનાર એગ્રો પ્રોસેસીંગ યુનિટનુ ખાતમુહૂર્ત કરતા વન આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા.

Share

સુરત જિલ્લાના ઉમરપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ, કેવડી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના અંતર્ગત રૂ.૩.૦૬ કરોડના ખર્ચે નિર્માણ થનારા એગ્રો પ્રોસેસિંગ યુનિટનુ વન, આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મંત્રી હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજુરીપત્રોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વેળાએ મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, એગ્રો પ્રોસેસીગ યુનિટ થકી ખેતપેદાશોનુ ગ્રેડીંગ, પ્રોસેસીંગ અને વેલ્યુએડીશન થવાથી ખેડૂત પરિવારોની આવકમાં વધારો થશે. આ યુનિટમાં સોયા પ્રોસેસીંગ યુનિટ, રાઈસ મીલ, આટા મેકીંગ પ્લાન્ટ દાલમીલ થકી એગ્રો પ્રોડક્ટનુ વેલ્યુએડીશન કરવામાં આવશે. જેમાં સોયાબીનમાંથી સોયાસોસ અને સોયાપનીર, ડાંગરમાંથી ચોખા તથા તુવેરમાંથી તુવેર દાળનુ પ્રોસેસિંગ તેમજ ધઉ, મગ, અડદ જેવા તમામ પ્રકારના અનાજ કઠોળનું ગ્રેડીંગ કરવામાં આવશે. જેનાથી ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને તેમના ખેતીપાકનુ વધુ વળતર મળશે તેમજ લોકો સુધી ગુણવત્તા યુકત પ્રોડક્ટ પહોંચશે. જેનાથી ઉમરપાડા, માંગરોળ, માંડવી, સેલંબા, વાલિયા, નેત્રંગ અને ડેડીયાપાડામાં વસતા હજારો ખેડૂતોને સીધો ફાયદો થશે. આ યુનિટ થકી સ્થાનિક ૫૦ લોકોને સીધી રોજગારી મળતી થશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે, આ સરકાર ખેડુતોની આવક ડબલ કરવાના અથાગ પ્રયાસો કરી રહી છે. ખેડુતો માટે કિસાન સુર્યોદય યોજના થકી દિવસે વિજળી મળી રહે, સાત પગલા કૃષિ કલ્યાણ જેવી યોજનાઓ થકી ખેડુતોના કલ્યાણ માટે કાર્ય કરી રહી છે. આદિવાસી ખેડુતો માટે છેલ્લા પંદર વર્ષમાં બે લાખ વીજ કનેકશનો, ૨૦૦ જેટલા ૬૬ કે.વી. સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યા છે. ઉમરપાડા તાલુકાને સિંચાઈની સગવડ મળી રહે તે માટે ૭૫૦ કરોડના ખર્ચની યોજનાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે જેથી આગામી સમયમાં ઉમરપાડા તાલુકો નંદનવન બનશે તેમ તેમણે જણાવ્યું હતું.

Advertisement

આ વેળાએ એ.પી.એમ.સી.કોસંબાના ચેરમેનશ્રી દિલીપસિંહ રાઠોડે કહ્યું કે, ખેડુતોને તેમની ખેતપેદાશોના સારામાં સારા ભાવો મળી રહે તે માટે પ્રોસેસીગ યુનિટ આદિવાસી ખેડુતો માટે આર્શિવાદરૂપ બનશે. મંત્રી ગણપતભાઈની દિર્ધદ્રષ્ટિના પરિણામે માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓમાં વિકાસકામો પુરપાટ ઝડપે થઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ઉમરપાડા APMC ના ચેરમેન શ્યામસિંગભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક ડબલ કરવાના આશયથી સરકાર દ્વારા કરોડોના ખર્ચે એગ્રો પ્રોસેસીંગ યુનિટ મજુર કરવામાં આવ્યું છે જેના પરિણામે આસપાસના વિસ્તારના હજારો આદિવાસી ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહેશે.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન ચૌધરી, પ્રાંત અધિકારી જનમ ઠાકોર, જિ. કારો. અધ્યક્ષ રાજેન્દ્ર વસાવા, અગ્રણી સર્વ વિપુલ વસાવા, મોગરાબેન, વનિતાબેન વસાવા, મોહનભાઇ વસાવા, દરિયાબેન વસાવા, વાલજીભાઈ વસાવા, અમીશભાઈ તેમજ ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

લીંબડી તાલુકાના રળોલ ગામના પાટીયા પાસેથી ગેરકાયદે હાથ બનાવટની પિસ્તોલ સાથે વઢવાણનો શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જાહેર જનતાને સાતમું સંબોધન…

ProudOfGujarat

ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદારને રૂ. 47,500 ની લાંચ લેતા ACB એ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!