પોતાની લાડકવાયી દીકરીની પુણ્યતિથિ નિમિત્તે દાતાશ્રી વિજયભાઈ કણકોટિયા તરફથી ૧૫ હજારથી પણ વધારે માતબર રકમની ધોરણ ૧ થી ૫ માં ઉપયોગી થાય તેવી વિવિધ ગેમ, મેજિક ગેમ તથા વિવિધ ટી.એલ.એમ તથા સ્પોર્ટસની કીટ આપવામાં આવી.
અત્રેની કોસમાડી પ્રાથમિક શાળા તાલુકો કામરેજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની લાડકવાયી દીકરીની પુણ્યતિથિ નિમિત્તે દાતાશ્રી વિજયભાઈ કણકોટિયા તરફથી ૧૫ હજારથી પણ વધારે માતબર રકમની ધોરણ ૧ થી ૫ માં ઉપયોગી થાય તેવી વિવિધ ગેમ, મેજિક ગેમ તથા વિવિધ ટી.એલ.એમ તથા સ્પોર્ટસની કીટ આપવામાં આવી. દાતા વિજયભાઈ કણકોટીયા દર વર્ષે સ્વેટર, કપડા, ફર્નિચર, બાળકો માટે પૌષ્ટિક નાસ્તો તથા જમવાનું એમના તરફથી અત્રેની કોસમાડી શાળાને મળે છે.
આ તકે શાળાના આચાર્ય યાસીનભાઈ મુલતાની દાતાશ્રી વિજયભાઈ અને એમના પરિવારનો દિલથી આભાર માન્યો હતો. શાળાના ખૂબ જ જરૂરતમંદ આદિવાસી ભૂલકાઓ માટે આ વિવિધ એક્ટિવિટી માટેની કીટ એ શાળામાં બાળકોના સ્થાયીકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે એવો આશાવાદ પણ આચાર્યએ વ્યક્ત કર્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ