સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લસકાણા પ્રાથમિક શાળામાં કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી લિ. ની વાર્ષિક સાધારણ સભા કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અશ્વિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી. જેમાં તાલુકા સંઘના મહામંત્રી સિરાજભાઈ મુલતાની, જિલ્લા અને તાલુકા સંઘના તમામ હોદેદારઓ, મંડળીના પ્રમુખ શભરતસિંહ મોરી અને મંત્રી ગોવિંદભાઈ પટેલ, તાલુકાના ઇન્ચાર્જ બિટનીરિક્ષક મેહુલભાઈ પટેલ અને પ્રજ્ઞાબેન પટેલ અને તમામ કારોબારી સભ્યો અને સભાસદ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. સભાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ દેશના તમામ સૈનિકો અને અન્ય સદગતોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. સભામાં ઉપસ્થિત તમામ મહેમાનઓનું શબ્દો દ્વારા સ્વાગત મંડળીના પ્રમુખ ભરતભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મંડળીના સભાસદ ભાઈઓ બહેનોના સંતાનોએ વાર્ષિક પરીક્ષામાં 3 થી 12 ધોરણમાં ઉચ્ચ દેખાવો કર્યા હોય તેવા બધાં બાળકોને એકથી ત્રણ નંબર પ્રમાણે ઇનામ આપી, પ્રોત્સાહિત કરવામાં આવ્યા. મંડળીના મંત્રી ગોવિંદભાઈ પટેલ દ્વારા મંડળીના તમામ પ્રકારના કામકાજનો ચિતાર આપવામાં આવ્યો. મંડળીના તમામ પ્રકારના હિસાબો રજૂ કરવામાં આવ્યા જેને સાધારણ સભા દ્વારા બહાલી આપવામાં આવી. મંડળીનું સંચાલન કરવા માટે અલગ અલગ પ્રકારના પેટા નિયમોમાં સુધારાઓ કરવામાં આવ્યા જે બાબતથી બધાને માહિતગાર કરવામાં આવ્યા હતા તાલુકા સંઘના પ્રમુખ અશ્વિનભાઈ અને મહામંત્રી સિરાજભાઈ મુલતાની દ્રારા મંડળી દ્વારા કરવામાં આવેલા તમામ કામો માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મંડળી આવી રીતે ઉત્તરોઉત્તર પ્રગતિ કરી અને ઉચ્ચ શિખર સર કરે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મંડળીનાં પ્રમુખ દ્રારા મંડળી દ્વારા કરવામાં આવેલા તમામ પ્રકારના કાર્યો માટે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આભાર વિધિ મિલન પટેલે કરેલ હતી સંચાલન કાનજી વેકરીયા અને પુસ્કર પાંડવે કરેલ હતુ.
વિનોદ મૈસુરિયા : વાંકલ