Proud of Gujarat
FeaturedGujaratINDIA

પિતાની દીકરી માટે કુરબાની : સુરતમાં રહેતા ખેડૂત પરિવારની 19 વર્ષની દીકરી બની દેશની સૌથી યંગેસ્ટ કમર્શિયલ પાયલોટ

Share

સુરતમાં રહેતા ખેડૂત પરિવારની 19 વર્ષની દીકરી પાયલોટ બની છે. જ્યારે તે પોતાની એકમાત્ર પુત્રીને પાયલોટ બનાવવા માટે કોઇ સરકારી બેંક પાસેથી લોન ન મેળવી શક્યો ત્યારે ખેડૂત પિતાએ પોતાનું ખેતર વેચીને તેનું સ્વપ્ન સાકાર કર્યું. સુરતમાં રહેતી મૈત્રી પટેલ પાઇલટ તરીકે અમેરિકાથી પરત આવી છે. દીકરી આટલી નાની ઉંમરે પાયલોટ બનવાને કારણે માતા-પિતાની ખુશીની કોઈ સીમા નથી. મૈત્રીના પિતા કાંતિભાઈ પટેલ અને માતા રેખા પટેલે દીકરીનું પાયલોટ બનવાનું સ્વપ્ન પૂરું કરવા માટે પોતાનું ખેતર પણ વેચી દીધું હતું. મૈત્રીએ હાંસલ કરેલી સફળતાથી તેનો પરિવાર ગદગદ થઈ રહ્યો છે.

મૈત્રી પટેલના પિતા સુરત મહાનગર પાલિકાના આરોગ્ય ખાતામાં આયા તરીકે ફરજ બજાવે છે. સુરતમાં ભણેલી યંગેસ્ટ કમર્શિયલ પાયલટ પોતાના અભ્યાસ દરમિયાન મુંબઈ જઈને પાયલટની ટ્રેનિંગ લેતી હતી. આ પછી તેણે પાયલના અભ્યાસ અને ટ્રેનિંગ માટે અમેરિકામાં અભ્યાસ કર્યો છે. ધોરણ 12 માં અભ્યાસ કર્યા બાદ પાયલોટ બનવા માટે અમેરિકા ગયેલી મૈત્રી પટેલે માત્ર 11 મહિનામાં પોતાની તાલીમ પૂરી કરી અને કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ મેળવ્યું. મૈત્રી પટેલે જણાવ્યું કે જ્યારે તે માત્ર 8 વર્ષની હતી ત્યારે જ તેણે પાયલોટ બનવાનું સપનું જોયું હતું. તે સપનું હવે 19 વર્ષની ઉંમરે પૂરું થયું છે. મૈત્રી હવે ભવિષ્યમાં કેપ્ટન બનવા માંગે છે અને પોતાની અલગ ઓળખ બનાવવા માંગે છે. પોતે ધારેલી સફતાળતા મેળવનારી મૈત્રી પટેલ હવે
બોઈંગ જેવા જમ્બો પ્લેન ઉડાવવાનું સપનું જોઈ રહી છે, જે ટૂંકા સમયમાં પૂર્ણ થશે. આ માટે પણ તે ટ્રેનિંગ લેવાની છે.

Advertisement

મૈત્રીના પિતા કાંતિલાલે જણાવ્યું છે કે, જ્યારે તેઓ અગાઉ ટ્રાવેલિંગનો વ્યવસાય કરતા હતા ત્યારે મુંબઈ એરપોર્ટ પર મુસાફરોને મૂકવા માટે જતા હતા. આ દરમિયાન તેમણે દીકરી પાયલટ બને તેવું સપનું જોયું હતું. જે મૈત્રીએ મહેનત અને ધગશ સાથે પૂર્ણ કર્યું છે. મૈત્રીએ જોયેલું સપનું અને તેને પૂર્ણ કરવા માટે કરેલી મહેનત અને તે પછી મેળવેલી ધારી સફળતા યુવાનોને પ્રોત્સહિત કરનારી છે. સામાન્ય રીતે, કોમર્શિયલ વિમાન ઉડાવવાની તાલીમ 18 મહિનામાં પૂર્ણ થાય છે અને ઘણા લોકો 18 મહિનામાં પણ તાલીમ પૂર્ણ કરી શકતા નથી. આવી સ્થિતિમાં, તેમના માટે 6 મહિનાની તાલીમ લંબાવવામાં આવે છે. પરંતુ મૈત્રી પટેલે માત્ર 11 મહિનામાં કોમર્શિયલ પાયલોટ બનવાની તાલીમ પૂરી કરી. ‘


Share

Related posts

રાજપારડી : સારસા નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત- બે ઇસમોને ઇજા કારમાં રહેલ બે વ્યક્તિઓ ને પણ પછડાટથી ઇજા.

ProudOfGujarat

વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

રિલાયન્સ જિયો 4G કનેક્ટિવિટી દ્વારા લદ્દાખ અને ભારતના લગભગ દરેક ખૂણે પહોંચશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!