ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામે સામાજિક વનીકરણ રેન્જ દ્વારા ૭૦ મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન વસાવાના અધ્યક્ષ સ્થાને વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી.
આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન રાજેન્દ્રભાઈ વસાવા,જિલ્લા પંચાયત સદસ્ય દરિયાબેન વસાવા,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, તાલુકા ભાજપ મહામંત્રી અર્જુનભાઈ વસાવા, અમીશભાઈ વસાવા સહિત અનેક ચૂંટાયેલા પદાધિકારીઓ, ભાજપ સંગઠનના આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઓક્સિજન મળે એવા 422 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ સમયે અગ્રણી આગેવાનોએ વૃક્ષોનું મહત્વ અને પર્યાવરણની જાળવણી અંગે અનેક સૂચનો કર્યા હતા અને લોકોને વધુને વધુ વૃક્ષો વાવવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો. તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રસિહ સોલંકી, સામાજિક વનીકરણ રેંજના આર.એફ.ઓ જે.જી.ગઢવી, વડપાડા રેન્જના આર.એફ.ઓ.બી એમ.વસાવા વગેરેએ હાજર રહી વન મહોત્સવની ઉજવણીનું સુંદર આયોજન કર્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ