Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના કડોદરામાં સગર્ભા માતાએ પુત્રની હત્યા કર્યા બાદ ચોથા માળેથી કૂદી આપઘાત કર્યો

Share

સુરતમાં એક સગર્ભા મહિલાએ મોત વ્હાલુ કરતા પહેલા તેના અઢી વર્ષના બાળકની હત્યા કરી હતી. દીકરાની હત્યા બાદ મહિલાએ ચાર માળની બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી કડોદરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મહિલાએ આત્મહત્યા કરતાં પહેલા પોતાની નણંદને ફોન કર્યો અને કહ્યું હતું દીદી હું કિસનાને મારી નાખ્યો અને હું આત્મહત્યા કરું છું. સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીમાં આવેલા યુનિક એપોર્ટમેન્ટમાં રહેતી સગર્ભાએ ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મહિલાએ આપઘાત કર્યા બાદ તેના ઘરમાં તપાસ કરતાં તેનો અઢી વર્ષનો મૃત બાળક પણ મળી આવ્યો હતો, જેથી પ્રાથમિક તબક્કે મહિલાએ પુત્રની હત્યા કર્યા બાદ કૂદીને આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ કડોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કડોદરા વિસ્તારમાં ગ્રીન સિટીના યુનિક એપાર્ટમેન્ટમાં રહેતી એક સગર્ભા મહિલાએ કૂદીને મોત વ્હાલુ કર્યું છે. 30 વર્ષીય સગર્ભા મહિલા વનિતાબેન પાંડેએ આજે સવારે એપાર્ટમેન્ટ પરથી કૂદીને મોત વ્હાલુ કર્યું છે. પાંડે પરિવાર મૂળ યુપીનો રહેવાસી છે. વનિતા પાંડે પતિ અને સસરા અલગ રૂમમાં સૂતા હતા. તો સગર્ભા વનિતાબેન પોતાના નાના બાળક સાથે અલગ રૂમમાં સૂતા હતા. વહેલી સવાર છ વાગ્યે વનિતાબેને ચોથા માળેથી કૂદીને મોત વ્હાલુ કર્યું હતું. પરંતુ પોતે મોત વ્હાલુ કરતા પહેલા વનિતાબેને પોતાના પુત્રની પણ હત્યા કરી હતી. મહિલાના આપઘાત બાદ બાળકનો મૃતદેહ બંધ ઘરમાંથી મળી આવ્યો હતો. આ જાણીને પરિવાર પણ ચોંકી ગયો હતો. મૃતક વનિતા પાંડે ને અન્ય એક 4 વર્ષનો પણ બાળક હતો જે દાદા સાથે સૂતો હોય બચી ગયો હતો.

Advertisement

જોકે, મહિલાએ કયા કારણોસર આ પગલુ ભર્યું તે હજી જાણવા મળ્યું નથી. મહિલાએ આત્મહત્યા કરી ત્યારે તેના પેટમાં 6 મહિનાનો ગર્ભ હતો. મહિલાએ આત્મહત્યા કરતાં પહેલા પોતાની નણંદને ફોન કર્યો અને કહ્યું હતું દીદી હું કિસનાને મારી નાખ્યો અને હું આત્મહત્યા કરું છું. સમગ્ર મામલે કડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ગોધરામાં શુક્રવારથી રવિવાર સુધી રહેશે સ્વૈચ્છિક લોકડાઉન : તંત્ર, વેપારીઓ, રાજકીય અગ્રણીઓની મિટીંગમાં લેવાયો નિર્ણય.

ProudOfGujarat

ઝઘડિયાનાં ખરચી ગામે ઝઘડાની રીસ રાખી શેરડીનો પાક સળગાવ્યો.

ProudOfGujarat

વડોદરામાં મિશન ક્લિન અભિયાનમાં 5377 વિદ્યાર્થીઓએ નશા મુક્ત બનવા ઓનલાઇન શપથ ગ્રહણ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!