Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં આપના નેતાએ મહિલા કાર્યકર્તાને ધમકી આપતાં આપઘાતનો પ્રયાસ

Share

સુરતના આમ આદમી પાર્ટીના નેતા અને વોર્ડ નંબર 29ની આપની ઉમેદવાર સપના રાજપુતે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. આપના જ મહામંત્રી ગૌતમ પટેલ માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. સપના રાજપૂતને રાજકીય કારકીર્દી ખતમ કરી દેવાની ધમકી આપી હતી.રાજનીતિમાં નીચે પડો ત્યારે જ ઉપર ઉઠે છે. પાર્ટીમા હોદ્દા માટે રાજનીતિમાં નીચે ઉતારવાનું કહ્યું હતું. બીજી તરફ ગૌતમ પટેલનો આક્ષેપ છે કે, સપના રાજપૂતના પતિ 1 વર્ષ પહેલા 10 હજાર લઈ ગયો હતો. જે આજદિન સુધી ન આપતા આ પ્રકારે રાજકીય સ્ટંટ કરે છે. સપના રાજપૂત ભાજપનો હાથો બની ગઈ છે.

આપની નેતા સપનાએ ડિપ્રેશનમાં 20 ગોળીઓ ખાઈ ડાબા હાથની નસ કાપી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગૌતમ પટેલ સામે ખંડણીનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.આપની મહિલા કાર્યકર સપના રાજપૂતના પતિએ દોઢ વર્ષ પહેલા આમ આદમી પાર્ટી સુરત શહેરના મહામંત્રી ગૌતમ પટેલ (જલારામ નગર પાંડેસરા) પાસેથી વ્યાજે 4 હજારની રકમ લીધી હતી. ચંદુ પટેલે 4 હજાર સામે 10 હજારની માંગણી કરી રાજકીય કારકિર્દી ખતમ કરી દેવાની ધમકી આપતા મહિલાએ ડિપ્રેશનમાં આવી એક સાથે 20 ગોળીઓ ખાઈ ડાબા હાથની નસ કાપી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગૌતમ પટેલ સામે ખંડણીનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

Advertisement

મૂળ યુપીના અને ભેસ્તાન આકાશ દર્શન સોસાયટીમાં રહેતા અજય રાજપૂતે દોઢ વર્ષ પહેલા 4 હજાર ગૌતમ પટેલ પાસેથી વ્યાજે લીધા હતા. રકમ ચૂકવી ન શકતા ગૌતમ પટેલે અજયની પત્ની સપના રાજપૂત પાસે 4 હજારની સામે 10 હજારની માંગણી કરી હતી. ગૌતમ પટેલે કહ્યું હતું કે, ઘર વખરીના પૈસા નથી અને તુ શું માથું ઊચું કરીને માર્કેટમાં ફરે છે. મને વ્યાજ સાથે પૂરેપૂરા દસ હજાર રૂપિયા આપે દે, નહિંતર તારી રાજકીય કારકિર્દી ખતમ કરી નાખીશ. સપના રાજપૂતે વોર્ડ નં. 29માંથી પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી.


Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે પર અસુરીયા ગામ નજીક કન્ટેનર પાર્ક કરી ઊંઘી ગયેલા ચાલકના 10.54 લાખના માલસામાનની ચોરી કરી ચોર ફરાર.

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાના ઝાઝપુરા ગામની સીમમાં ચપ્પુ અને કોદાળી જેવા મારક હથિયારો વડે હુમલો : ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

ભારત બંધ એલાન ને ભરૂચ જીલ્લામાં મિશ્ર પ્રત્યાઘાત…. સુત્રોચાર સાથે રેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!