ગાંધીના ગુજરાત માં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના સરકારી દાવા થઈ રહ્યા છે. જો કે તેમ છતાં હજુ પણ રાજ્યમાં પોલીસ ના હાથે રોજના લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. કોરોનાના કપરા કાળમાં પણ બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે રાજ્ય ના છેવાડે આવેલ વલસાડ જિલ્લા ના પારડી પોલીસ ની દ્વારા એક કાર માંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જોકે આપ પણ ચોંકી ઉઠશો કે સુરતનો એક પોલીસકર્મી જ કોરોનાની મહામારી માં દમણ (Daman) થી દારૂની ટ્રીપ મારી માલામાલ થઇ જવા પારડી પોલીસ હાથે ઝડપાઇ ગયો છે.
રાજ્યના છેવાડે આવેલા વલસાડજિલ્લાના પારડી પોલીસ સ્ટેશનની હદમાં આવતી કલસર ચેકપોસ્ટ પર પોલીસ નાકાબંધી કરી રહી હતી. ત્યારે એક કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો અને આ કારમાંથી પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ચાર પૈકી એક સુરત પોલીસકર્મી હોવાનું બહાર આવ્યું છે. પોલીસકર્મી રીંકેશ પોતાના ચાર મિત્રો સાથે દમણપાર્ટી કરવા આવ્યો હતો અને દમણમાં ખૂબ મોજ મજા કર્યા બાદ પીન્કેશ અને તેના મિત્રોને સુરતમાં પણ પાર્ટી કરવાની ઇચ્છા જાગી હતી. જેને લઇને તેઓએ પોતાની કારમાં 15,700 રૂપિયા જેટલો વિદેશી દારૂ લઇ સુરત તરફ જઇ રહ્યા હતા ત્યારે પાર્ટી પોલીસના હાથે ઝડપાઇ ગયા છે.
પારડી તાલુકાના કલસર પોલીસ ચેકનાકા દમણ પાતળિયા તરફ તરફ થી આવતી એક સ્વિફ્ટ કાર નં GJ 05 JQ 3444 ને રોકી જેમાં તપાસ કરતા કાર માંથી અંદર થી ભારતીય બનાવટી વિદેશી દારૂ વિવિધ બ્રાન્ડનો અને બિયર મળી કુલ બોટલ નંગ 43 જેની કિંમત રું 15.700 નો દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. કારમાં દારૂ સાથે ચાર ઈસમો સામે પ્રોહિબીશનનો ગુનો પારડી પોલીસે નોંધ્યો હતો.
જેમાં સુરત અઠવાલાઇન્સનો પોલીસ કોન્સ્ટેબલ રીંકેશ ગણેશભાઈ સારંગ કારમા દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો તેના જોડે અન્ય કલ્પેશ મોહનભાઈ સેલર , કેતન ઠાકોરભાઈ સેલર અને રાહુલ અતુલભાઈ સેલર ચારે સુરતના રહેવાસીઓની ધરપકડ કરી હતી.જોકે બે દિવસ અગાઉ એક સસ્પેન્ડ પોલીસ કર્મી દારૂ સાથે પોલીસે ઝડપી પાડયો હતો. ત્યારે આજે વધુ એક ખાખી વર્દી પર ડાઘ લાગ્યો છે પોલીસે તમામ ઝડપાયેલ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોના કારમાં પોલીસની કામગીરીને તમામ લોકોએ બિરદાવી હતી. ત્યારે આવા પોલીસ કર્મીઓ દ્રારા પોલીસ વિભાગ ઉપરની કોરોના કાળની છબી ઉપર લાંછન લગાવી દીધું છે. જિલ્લા પોલીસ બુટલેગરો દ્રારા ઘણા બુટલેગરો પર કાર્યવાહી કરી છે. ફરી એક વાર પોલીસ દ્રારા પોતાના ડિપાર્ટમેન્ટ ઉપર લાંછન લગાવનાર પોલીસ કર્મી ને પકડી જેલના સરિયા પાછળ ધકેલી ને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સાબિત કરી બતાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા બધા માટે સમાન છે.