Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં 2 શાળામાં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ: ખળભળાટ મચ્યો..!

Share

સુરતમાં કોરોના કેસ ઓછા થતા થોડા સમય પહેલાં જ 9 થી 11 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા .જોકે દરેક શાળાએ કોવિડની ગાઈડલાઈન અનુસાર વર્ગો શરૂ કરવાના હોય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક સ્કુલોમાં ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે.જે અંતર્ગત સુરતમાં 2 શાળામાં 3 વિદ્યાર્થી પોઝિટીવ આવ્યા છે. સુરતમાં વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી હતી.

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા ક્રમાંક પાંચમાં સુરતમાં આરોગ્યની ટીમની ધનવંતરી રથ સ્કૂલ પર ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનું રેપિડ ટેસ્ટ તથા RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવતું હતું. જોકે તે સમય દરમિયાન સુરતમાં ધોરણ-9ના વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલને 14 દિવસ માટે સ્કૂલને બંધ કરવામાં આવી હતી.

Advertisement

સ્કૂલોમાં ‘સ્વચ્છ સુરક્ષા કવચ સમિતિ’ બનાવવા પાલિકાએ આદેશ કર્યો છે. આચાર્યના અધ્યક્ષસ્થાને આ સમિતિ તેમની સ્કૂલે આવતા વિદ્યાર્થીઓનું રજિસ્ટર નિભાવવું પડશે. જેમાં દરેક વિદ્યાર્થી સ્વસ્થ છે કે કેમ, સ્કૂલના દરવાજા અને બારી ખુલ્લી રાખવામાં આવે છે કે કેમ એ તમામ બાબતનું ધ્યાન રાખવું પડશે. જો કોઈ પણ વિદ્યાર્થીને સામાન્ય શરદી હોય કે તેમના ઘરમાં પણ કોઈ અસ્વસ્થ હોય તો સ્કૂલે ન આવવા કહેવાયું છે.

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના કેસ શૂન્ય છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 28 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે.


Share

Related posts

વાગરા: આગામી બકરી ઈદના પર્વને લઈ પોલીસ સબ ઈન્સ્પેકટર અનિતાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને હિન્દુ-મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચ શહેરમાં આજે હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટીસ મિશનનાં આગેવાનો અને કાર્યકર્તા દ્વારા રેલી યોજીને મહિલા ઉપર થઈ રહેલા અત્યાચાર-દુષ્કર્મની ધટનામાં કાયદો કડક બનાવી ગુનેગારોને વહેલી સજા મળે તેવું આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC વિસ્તારમાં ભડકોદ્રા ગામના કોતરમાં છુપાવેલ દારૂનો જંગી જથ્થો શોધી કાઢતી અંકલેશ્વર GIDC પોલીસ ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!