સુરત શહેરના કાપોદ્રા-સીમાડા નાકા અમીદીપ હોન્ડાની સામેના ચાર રસ્તા અને વરાછા, કમલપાર્ક, બંસીભાઇના ડેલા પાસેથી પોલીસે બે લક્ઝુરિયસ કારમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરીના રેકેટને ખુલ્લું પાડ્યું છે. 30 લાખની ફોર્ચ્યુનર કારમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવી હતી. પોલીસે 36 હજારની કિંમતની 72 બોટલ સાથે લાખોનો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરી છે. કાપોદ્રા પોલીસે દારૂની હેરાફેરી કરતા બેને ઝડપી પાડી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.
કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે, હીતેષભાઇ ઉર્ફે હીતલો ખોડી દાસભાઇ પટેલ (સુહાગીયા) તથા કૌશીકભાઇ મગનલાલ સેલડીયા દમણના મિત્ર પિયુષ હસ્તક આકાશ (રહે.દમણ) પાસેથી ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર (GJ-18-BC-9969)માં ચોરખાના બનાવી વિદેશી દારૂ મગાવી રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી કારની તપાસ કરતા 36275 રૂપિયાની 72 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, દારૂનો જથ્થો ભરત પુનાભાઇ બાંભણીયા, પિયુશ રાજેશભાઇ હાદવાનીને આપવાનો હોવાનું જાણવા મળ્યું હતું. જેઓ હ્યુનડાઇ કંપનીની આઇ-20 સ્પોર્ટસ (GJ-08-EQ-8985)માં કાર્ટિંગ કરતા પકડાય ગયા હતા. બન્ને જણા આઇ-20 ગાડીમાં પ્લાસ્ટીકના મીણીયા થેલામાંથી અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. જોકે પોલીસે ભરત પુનાભાઇ બાંભણીયા તથા પિયુશ રાજેશભાઇ હાદવાનીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
વધુમા જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપીઓ હીતેષ ઉર્ફે હીતલો ખોડી દાસભાઇ પટેલ (સુહાગીયા) અને કૌશીકમગનલાલ સેલડીયા સામે કાયદેસરની તપાસ ચાલી રહી છે. વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની બાટલીઓની કુલ કિંમત રૂપિયા 36275ની હોય અને મળી આવેલ એક સફેદ કલરની ટોયોટા કંપનીની ફોર્ચ્યુનરની કિંમત રૂપિયા 3 લાખ, એક સફેદ કલરની હ્યુનડાઇ કંપનીની આઇ-20 સ્પોર્ટસ કારની કિંમત રૂપિયા 2 લાખ, અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ 2 કિંમત રૂપિયા 25 હજાર અને અંગ ઝડતીના રોકડા રૂપિયા 1150 મળી કુલ્લે રૂપીયા 9,62,425નો મુદામાલ કબજે કરી પો.ઇન્સ એ.જે.ચૌધરીએ તપાસ હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ :-
(1) હીતેષ ઉર્ફે હીતલો ખોડી દાસભાઇ પટેલ (સુહાગીયા) ઉ.વ.30 ધંધો. લેબર કોન્ટ્રાકટર રહે, મ.નં. 135, શ્યામધામ સોસાયટી, કામરેજ સુરત મુળવતન 301, ગોકુળ એપાર્ટમેન્ટ, દાનગીગેવ સોસાયટી, જેસર રોડ, સાવરકુંડલા તા.સાવરકુંડલા
(2) કૌશીક મગનલાલ સેલડીયા ઉ.વ. 24 ધંધો. ટેક્ષ્ટાઇલ રહે. મ.નં.171, બીજામાળે, પતરાવાળી રૂમો, વિક્રમ નગર -2 સીતાનગર, પુણાગામ,સુરત મુળવતન ભેસાણ તા.ભેસાણ\
વોન્ટેડ આરોપીઓ :-
(1) વિદેશી દારૂ મોકલનાર – આકાશ ઉર્ફે ધ્રુવીન રહે. દમણ
(2) વિદેશી દારૂ મંગાવનાર- ભરત પુનાભાઇ બાંભણીયા, પિયુશ રાજેશભાઇ હાદવાની અને નીખીલ સુધાની