રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાની સાથે સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે કાર્યક્રમો કરવામાં આવ્યા રહ્યા છે. તેને સમાંતર કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા શરૂ કરાયા છે. સુરતની અઠવાલાઇન્સ એમ.ટી.બી કોલેજના ગેટ ઉપર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોંગ્રેસ પક્ષના કેટલાક પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ રૂપાણી સરકાર વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન એમ.ટી.બી કોલેજની બહાર કોંગ્રેસ દ્વારા રસ્તા ઉપર બેસી જવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ પોલીસ દ્વારા તેમને બેસવા દેવામાં આવ્યા ન હતા.
રૂપાણી સરકાર દ્વારા જ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેની સામે કોંગ્રેસ દ્વારા શિક્ષણના ખાનગીકરણ સહિતના મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષક નથી ઓરડા નથી, રૂપાણી તારા મોટા ખોરડા.. જેવા સૂત્રોચ્ચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. એમ.ટી.બી કોલેજની બહાર કોંગ્રેસ દ્વારા રસ્તા ઉપર બેસી જવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ પોલીસ દ્વારા તેમને બેસવા દેવામાં આવ્યા ન હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ એમ.ટી.બી કોલેજ કેમ્પસમાં જઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સમગ્ર રાજ્યની અંદર શિક્ષણનું ખાનગીકરણ કરવામાં કંઈ જ બાકી રહ્યું નથી. પૂર્વ મુખ્યમંત્રી આનંદી પટેલથી લઈને રૂપાણી સુધી માત્ર શિક્ષણનું ખાનગીકરણ થયું છે. સરકારી શાળાઓની સ્થિતિ ખૂબ જ દયનીય છે. ક્યાંક બાળકોને ભણાવવા માટે શિક્ષકોની અછત છે તો બાળકોને બેસવા માટે ઓરડા પણ નથી. ગુજરાત મોડલના નારા રૂપાણી સરકારે ખરેખર વાસ્તવિક લોકો સમક્ષ મૂકવો જોઈએ. ખાનગી શાળાઓને ફી પણ ઓછી કરાવવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.