ઉમરપાડા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કામરેજ ખાતે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને થયેલા અન્યાયના વિરોધમાં ટી.ડી.ઓ ને આવેદનપત્ર આપ્યું હતું.
કામરેજ તાલુકા પંચાયતમા હાલ ભાજપનું શાસન છે આમ આદમી પાર્ટીના ચુંટાયેલા સભ્યોને પોતાના મતવિસ્તાર માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી જેથી અન્યાયના વિરોધમાં શાસક પક્ષ સામે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે હાલ ધરણાનો કાર્યક્રમ છેલ્લા ચાર દિવસથી ચાલી રહ્યો છે તેમણે ઘણી રજુઆતો કરી છતાં કોઈ યોગ્ય નિર્ણય નહીં આવતા છેલ્લા પાંચ દિવસથી કામરેજ તાલુકા પંચાયતના સદસ્ય જે. ડી. કથીરીયા તેમજ આપ ના સુરત જીલ્લા પ્રમુખ બટુકભાઈ વાડોદરીયા તેમજ આપ ના સુરત જીલ્લા સંગઠન મંત્રી રોહિત જાની તેમજ આપ ના કામરેજ તાલુકા પ્રમુખ સંજય રાદડિયા તેમજ આપ ના તાલુકા સંગઠન મંત્રી ભાવેશભાઈ રાદડિયા વગેરે પાંચ વ્યક્તિઓ આમરણાંત ઉપવાસ પર બેઠેલા છે.
છતા પ્રશાશન કે સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉપવાસ પર બેસનાર દરેક ક્રાંતિકારીઓની તબિયત લથડી રહી છે. આગામી દિવસોમાં જો મોટુ જન આંદોલન થાય તેમની તબિયત વધારે ખરાબ થશે તો તેમની તમામ જવાબદારી સરકાર તેમજ પોલીસ અને અધીકારીઓની રહેશે.
ઉપરોક્ત આવેદનપત્ર ઉમરપાડા આમ આદમી પાર્ટીના પ્રમુખ ગૌરાંગ વસાવા, લીગલ સેલનાં પ્રમુખ હરેશ વસાવા, યુવા પ્રમુખ બિપીન વસાવા અને રાકેશ વસાવા અન્ય કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ